
શ્યામલ દવે
7990218892
તારીખ: 29-03-2023
દિવસ: બુધવાર
મેષ: અગત્યના કાર્યો અને પ્રવૃત્તિઓ તથા સામાજિક પ્રવૃત્તિના કાર્યોને વેગ મળતો જણાય, ખુશનુમા સંજોગો બને.
વૃષભ: શંકા-કુશંકાઓ દૂર થતી જણાય, સકારાત્મકતા તરફ વળશો, પ્રવાસ ટાળવો, સ્વાસ્થ્ય સારું રહે.
મિથુન: તમારા લક્ષ્યાંકો તરફ આગળ વધ્યા કરજો, સફળતા તમારી ચરણોમાં આવી જશે, લક્ષ્ય સિદ્ધ થતું જણાશે.
કર્ક: નિરાશાઓના અંધકારમાંથી પ્રકાશ તરફ વેગ મળે, પ્રયત્નો ફળતા જણાય.
સિંહ: ચિંતાઓના વાદળ વિખેરાતા જણાય, પ્રતિકુળ સંજોગો બને, ગૃહજીવનમાં સંવાદિતા બને.
કન્યા: સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી, ખાન-પાન પર કાબુ રાખવો, સામાજિક પ્રવૃત્તિથી આનંદ મળે.
તુલા: માનસિક સ્વસ્થતાને ટકાવી રાખવી જરૂરી છે, પ્રવાસ ટાળવો, શંકા-કુશંકાથી દૂર રહેવું.
વૃશ્વિક: હિંમત અને ધીરજ રાખીને આગળ વધવાથી સમય સાથ આપે, કલ્પનાના ઘોડા પર લગામ રાખવી.
ધન: આશા અને નિરાશા વચ્ચે મન જોલા ખાતું જણાય, મિત્રની મદદ મળે, પ્રવાસ ફળે.
મકર: લાગણીઓને કાબુમાં રાખવી, લક્ષ્ય સુધી પહોંચવા પ્રયત્નો વધારવા, મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બને.
કુંભ: ગૃહજીવન અને વ્યવસાયિક સમસ્યાઓનો હલ આવે, ખર્ચ પર કાબુ રાખવો, પ્રવાસ ફળે.
મીન: ધીરજની કસોટી થતી જણાય, હિંમત ન હારવી, પ્રયત્નો કરવાથી સારું ફળ મળે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp