ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આચાર્ય ભાવિન પંડ્યા
7874236000, 7874235000
તારીખ: 23-08-2023
દિવસ: બુધવાર
મેષ: માનસિક શાંતિ આખા દિવસ માટે જળવાયેલી રહે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઈ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોનો યોગ્ય નફો મળે. સુખ શાંતિમાં વધારો થાય.
વૃષભ: ધન સાથે સંકળયેલી બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા જરૂરી છે. નાણાકીય ગોઠવણીમાં પણ સાવચેતી રાખવી. આજે દામ્પત્ય જીવન તમારું સુખમય વીતશે.
મિથુન: નાંણાની યોગ્ય સમયે ગોઠવણ થઈ જતાં શાંતિની અનુભૂતિ થાય. કાર્યક્ષેત્રે મિત્રોના સકારાત્મક અભિપ્રાય મળે. સાંસારિક જીવનમાં તણાવ વધવાની શક્યતઓ અને આરોગ્ય જળવાઈ રહશે.
કર્ક: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા તેમનો સહકાર મળશે. જીવન સાથી સાથે આનંદ જળવાશે.
સિંહ: આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળથી અટકેલા નાણા પરત મળે. કરેલા રોકાણમાંથી સારી આવક થશે. આજે ભાગ્ય બળવાન છે.
કન્યા: દિવસ દરમિયાન માનસિક તણાવ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ સામાન્ય રહેશે. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. આરોગ્ય બાબતે નિશ્ચિંત રહો.
તુલા: જીવનસાથી સાથે આનંદિત અનુભવશો. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારીના ધંધામાં યોગ્ય નફો મળી રહેશે. ભાગ્ય દ્વારા કાર્ય સક્ષમતાની અનુભૂતિ કરશો.
વૃશ્વિક: આજે આરોગ્યની કાળજી લેવી પડશે. શરદી જેવા રોગોનો ઘેરાવો રહેશે. પરિવાર ક્ષેત્રે દિવસ સારો રહેશે. આજે તમારા માટે નવા રોકાણો કરી શકાય એવા યોગો જણાય છે.
ધન: થોડી માનસિક અશાંતિ અનુભવી શકાય. પરંતુ સંતાનોની પ્રગતિથી આનંદ અનુભવાય. આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને. વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે.
મકર: માતૃ પક્ષ તરફથી ખુશીના સમાચાર મળશે. પ્રોપર્ટી અંગે આજે સુખ મળી શકે છે. ધંધાકીય રીતે દિવસ પ્રગતિમય જણાય. સાંધાના દુખાવામાં વધારો થાય. આવક તમારી આજે વધતી જણાશે.
કુંભ: પરિવારમાં વિવાદ વધતો જણાય. જેથી તમે માનસિક તણાવ અનુભવશો. પ્રવાસ આજે ટાળવો. ભાગ્ય બે ડગલાં પાછળ ખસતું જણાય. મહેનત વધારે કરવી પડે. મહત્વના રોકાણ આજે ટાળવા જોઈએ.
મીન: આવકનું પ્રમાણ જળવાતા આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થાય. નાના ભાઈ બહેનોનો યોગ્ય સહકાર મળે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સંતાનોની પ્રગતિ અટકતા હતાશ થશો.
સરનામું :- 303,304, રાજ હાર્મની શોપિંગ મોલ, ઉગત - ભેંસાણ કેનાલ રોડ ક્રોસિંગ, પાલનપુર કેનાલ રોડ, અડાજણ, સુરત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp