ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની પત્નીના વકીલ બન્યા, કોર્ટમાં ધારદાર દલીલ, રિમાન્ડ..
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક નવી ભૂમિકામાં જોવા મળ્યા છે. તાજેતરમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીની વન વિભાગને અધિકારીને ધમકાવાવ અને પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ થઇ તો ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે તેમની મદદે આવ્યા છે અને કોર્ટમાં એવી દલીલો રજૂ કરી કે પોલીસને એક દિવસના રિમાન્ડ પણ મળ્યા નહીં.
આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ફરી ચર્ચામાં છે. ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીના કેસમાં ઇટાલિયા વકીલ તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહ્યા હતા. ગોપાલ ઇટિલાયાએ કોર્ટમાં એવી ધારદાર દલીલો રજૂ કરી કે ડેડિયાપાડા પોલીસને ચૈતર વસાવાની પત્નીના રિમાન્ડ મળી શક્યા નહીં.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)નો સૌથી મોટો ચહેરો ગણાતા ગોપાલ ઈટાલિયા ફરી ચર્ચામાં છે. રાજ્યના નર્મદા જિલ્લામાં જ્યારે પોલીસે ચૈતર વસાવા સામે કડક કાર્યવાહી કરી ત્યારે ઇટાલિયા વકીલ તરીકે ચૈતર વસાવાને મદદ કરવા આવ્યા હતા. ગોપાલ, એલએલબીની ડીગ્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે તાજેતરમા જ રજિસ્ટર્ડ થયા છે. ઇટાલિયા હવે વકીલ તરીકેની નવી ભૂમિકામાં જોવા મળ્યા છે.
પોલીસે જ્યારે ચૈતર વસાવાની પત્ની શંકુતલાબેન અને પીએ જીતુભાઇને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.પરંતુ ગોપાલ ઇટાલિયાની દલીલોને કારણે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દીધા હતા અને બંનેન જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પોલીસે ચૈતર વસાવા સહિત આઠ લોકો સામે ફાયરિંગ, વન વિભાગના અધિકારીઓને ધમકાવવા અને પૈસાની માંગણી કરવા બદલ ગુનો નોંધ્યા બાદ પત્ની શંકુલતાની ધરપકડ કરી હતી. કોર્ટમાં રિમાન્ડની સુનાવણી હાથ ધરાઈ ત્યારે ઈટાલિયાની દલીલો જબરજસ્ત સાબિત થઈ હતી. જેના કારણે શંકુતલા વસાવાના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે દલીલ કરી કે કોલ ડિટેઈલ મેળવવી પડશે ત્યારે ઈટાલિયાએ કોર્ટને કહ્યું કે આ માટે રિમાન્ડની જરૂર નથી.
આ સિવાય ઇટાલિયાના વળતા જવાબ સામે પોલીસની દલીલો નબળી પડી હતી. પોલીસે જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે ચૈતર વસાવાના પત્ની ઘટનાસ્થળે હતા. ઇટાલિયાએ કહ્યું કે, આમા કોઇ નવી વાત નથી.આ સિવાય ઇટાલિયાએ હથિયાર અને પૈસાની લેવડ-દેવડને જોડવા દીધી નહોતી. આ પછી કોર્ટે પોલીસ દ્વારા માંગવામાં આવેલ 10 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.
ચૈતર વસાવા, જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ડેડિયાપાડાથી જીત્યા છે, તેમની બે પત્નીઓ છે. પહેલી પત્નીનું નામ વર્ષા અને બીજી પત્નીનું નામ શંકુલતા. ચૈતર વસાવા તેમની બંને પત્નીઓ સાથે રહે છે. આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા ચૈત્રા વસાવા BTPમાં હતા. શકુંતલા થોડા સમય માટે ડેડિયાપાડામાં જિલ્લા પંચાયત પ્રમુખ હતા અને આદિવાસી મહિલાઓના સમર્થનમાં પ્રદર્શન કરવા બદલ તેમને ઘણી વખત જેલમાં જવું પડ્યું હતું. ચૈતર વસાવાને તેમની બંને પત્નીઓથી ત્રણ બાળકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp