મગફળીની રાજકીય ખરીદી મોંઘી પડી, દેવું વધશે

PC: dnaindia.com

ગુજરાત સરકાર દ્વારા 16 લાખ ખેડૂતોના બદલે માત્ર 4.50 લાખ ખેડૂતો પાસેથી ખરીદેલી મોંઘી મગફળી એક રાજકીય સોદો માત્ર હતો. જે વગર વિચાર્યે કરેલી ખરીદી હતી. રૂ.3735 કરોડમાં ખરીદેલી મગફળી જૂન સુધીમાં તે રૂ.500 કરોડથી વધારે કિંમતની થઈ જશે. ભ્રષ્ટાચાર, ગેરરીતિ, અનિયમિતતા, ગોગામના ભાડા, ગોલમાલ, કાંકરા, ધૂળ, માટી, ઓછું વજન વગેરે ગણીને આ મગફળીમાં સરકારને જંગી ખોટ જતાં તે રૂ.5000 કરોડથી પણ વધારે થશે.

ગયા વર્ષની 88 હજાર ટન મગફળી ગોડાઉનોમાં સડવા લાગી છે. તેનો ભાડાનો ખર્ચ પારાવાર થઈ ગયો છે. આ વર્ષે 8.30 લાખ ટન મગફળી ગોડાઉનોમાં રાખી છે. પણ ચોમસામાં તેને ભારે નૂકસાન થવાનું છે. જે રીતે મગફળી સળગી તે જ રીતે વરસાદથી પલળેલી બતાવીને કરોડોનો ભ્રષ્ટાચાર થવાનો છે. ખેડૂતોને 20 કિલોના રૂ.700 મળતા હતા તેથી ટેકાના ભાવ અને રૃ.200 બોનસ ગણીને સરકારે તે રૂ.900ના ભાવે ખરીદી કરી છે. તેના બદલે દરેક ખેડૂતને રૂ.200 બોનસ આપી દેવામાં આવ્યું હોત અને મગફળી ખરીદી ન હોય તો પણ તમામ ખેડૂત એટલે કે 16 લાખ ખેડૂતોને 35 લાખ ટન મગળીના પૈસા આપી શકાયા હોત તો પણ આટલો ખર્ચ કરકારને થયો ન હોત. તેનો ફાયદો થયો હોત અને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને બગાડ પણ થયો ન હોત.

સરકાર મગફળી ખરીદવામાં રાજરમત રમીને પોતાના પક્ષના મળતીયાઓને ભ્રષ્ટાચાર કરવા માટે રાજકીય ખરીદી કરી હતી. જે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. છેલ્લાં 7 વર્ષમાં એક લાખ કરોડનું દેવું ગુજરાતની ભાજપ સરકારે કર્યું છે તેમાં હજુ બીજા 2 કે 4 હજાર કરોડનો વધારો મગફળીની રાજકીય ખરીદી બાદ થવાનો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp