સરકારનું કામ લોકોની સમસ્યા સમજી તેનો ઉકેલ કરવાનું છે: મંત્રી મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રી મનસુખ માંડવિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે “છેલ્લામાં છેલ્લી સરહદના માનવીને વિકાસની હરોળમાં લાવવા લાભાર્થીને ઘર આંગણે પહોંચી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વર્ષ 2047માં સ્વર્ણિમ ભારતનો ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે વિશ્વ ભારતના ગુણગાન ગાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જનતાનું જીવન સરળ બને, સામાન્ય સુવિધા દરેકને ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. દરેક વ્યક્તિ સમૃદ્ધ હોવો જોઈએ ગરીબ ને પણ અમીર જેવો અધિકાર મળવો જોઈએ તો જ દેશ સમૃદ્ધ બની શકે જેના માટે આપણે ક્યાં છીએ એના લેખા જોખા નક્કી કરવા લોકો વચ્ચે જવા માટે સંકલ્પ વિકસિત ભારત યાત્રા યોજવામાં આવી છે.
સંકલ્પ વિકસિત ભારત યાત્રા દ્વારા દરેક નાગરિક દેશની યોજનાનો લાભ લે દરેકનું આયુષ્ય માન કાર્ડ હોવું જોઈએ ગામમાં દરેકને ઘર મળે ગેસ સિલિન્ડર મળે. કેમિકલ ખાતર નો ઉપયોગ નહીં કરીએ, નેનો યુરિયા વાપરવાનો ગામ લોકો સંકલ્પ કરે દરેક બાળકને રસી મળે, હર ઘર જલથી નલ એજ પ્રાથમિકતા છે, એમ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, વિકસિત ભારત યાત્રા લઈને 2 લાખ 293 ગ્રામ પંચાયતમાં જવાનું છે.દરેક વ્યક્તિને અહેસાસ થાય મોદી સરકાર અમારા માટે કામ કરી રહી છે. દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે ઇફ્કોના વૈજ્ઞાનિકોએ નેનો યુરિયાનું ઉત્પાદન દેશ અને વિશ્વમાં પ્રથમવાર થયો છે. નેનો યુરિયા ખાતર એક બેગ સરકાર રૂ.267માં આપે છે તે સરકારને રુ.3500માં પડે છે રાસાયણિક ખાતરની જગ્યાએ નેનો યુરિયા વાપરીએ એવી અપીલ મનસુખ માંડવિયાએ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp