રખડતા ઢોર મામલે સરકારની નવી ગાઇડલાઇન જાહેર, જાહેર માર્ગ પર...

PC: khabarchhe.com

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હાલ પણ યથાવત છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. વર્તમાનમાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રખડતા ઢોરની સમસ્યા જસની તસ છે. રખડતા ઢોરના કારણે સામાન્ય જનતા હાલ પણ પરેશાન છે. કેટલાક કિસ્સામાં તો રખડતા ઢોરના હુમલાના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાને ડામવા માટે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જે મુજબ રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને જો રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા રાજ્યના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવાની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત, જાહેર માર્ગ પર પશુઓ માટે ઘાસચારાનું વેચાણ કરવું અને તેને ખવડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટેગ વગરના ઢોર માટે સરકાર દ્વારા નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે હેઠળ ટેગ વગરના ઢોર માટે 1થી 10 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ એએમસી પાસે હાઈકોર્ટે રખડતા ઢોર અંગેની પોલિસી, કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને શું કામગીરી કરવામાં આવી છે? તે અંગેનો રિપોર્ટ માગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp