ગોવિંદ ધોળકીયાને રાજ્યસભાની ટિકીટ મળી એમાં દર્શના જરદોશની લોટરી લાગી ગઈ

PC: indiatimes.com

ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાને રાજ્યસભા માટે ટિકીટ આપી છે અને તેમણે ગુરુવારે ગાંધીનગર જઇને ફોર્મ પણ ફરી દીધું છે. હવે રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે ગોવિંદ ધોળકીયાને રાજ્યસભાની ટિકીટ મળવાને કારણે દર્શના જરદોશને લોટરી લાગી ગઇ છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ભાજપે એવી રણનીતિ બનાવી હતી કે, જે સાંસદો 3 વખત સાંસદ બન્યા હોય તેમને લોકસભા 2024માં ટિકીટ નહીં આપવામાં આવે. ત્યારથી એવું માનવામાં આવતું હતું કે સુરતના સાંસદ દર્શના જરદોશ 3 વખથી સાંસદ રહ્યા છે તો તેમને આ વખતે કદાચ ભાજપ ટિકીટ નહીં આપે.

જો દર્શના જરદોશની ટિકીટ કપાઇ તો કોઇ સૌરાષ્ટ્રવાસી નેતાને ટિકીટ મળે તેવી સભાવના હતી. હવે જ્યારે સૌરાષ્ટ્રના અને પાટીદાર નેતા ગોવિંદ ધોળકીયાને રાજ્યસભા સાંસદની ટિકીટ આપી દેવામાં આવી છે તો હવે બીજા કોઇ સૌરાષ્ટ્રવાસીને લોકસભાની ચૂંટણીમાં ચાન્સ મળવાની શક્યતા ઓછી થઇ ગઇ છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકામાં મેયર પદ પણ સૌરાષ્ટ્રવાસીને આપવામાં આવ્યું છે. એટલે દર્શના જરદોશને અત્યારે સંજીવની મળી ગઇ હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp