ગુજરાત ATSએ 53 વર્ષના વ્યક્તિની જાસૂસીના આરોપમાં કરી ધરપકડ, પાકિસ્તાન મોકલતો...

PC: twitter.com

ગુજરાત ATSએ જાસૂસીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 53 વર્ષીય લાભશંકર મહેશ્વરીના રૂપમાં થઈ છે. ગુજરાત ATSએ મિલિટ્રી અને એર ફોર્સ પાસેથી મળેલા ઇન્ટેલિજેન્સ ઈનપુટના આધાર પર આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે આ વર્ષે જુલાઈમાં MI અધિકારીઓને એક પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ ઓપરેટિવ (PIO) દ્વારા ચલાવવામાં આવી રહેલા એક નાપાક અભિયાનની જાણકારી મેળવી હતી.

જેમાં એક વૉટ્સએપ નંબરના માધ્યમથી સુરક્ષા બળોને જવાનોના એન્ડ્રોઇડ મોબાઈલ હેન્ડસેટમાં 15 ઓગસ્ટ અગાઉ ‘હર ઘર તિરંગા અભિયાન’ના નામ અપર ‘apk’ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહેવામાં આવ્યું. તપાસમાં ખબર પડી કે આરોપી શાળાનો અધિકારી બનીને પણ મેસેજ કર્યો કે લોકો પોતાના બાળકો સાથે રાષ્ટ્રીય ધ્વજની તસવીર અપલોડ કરે. એવામાં જવાન જેમના બાળકો આર્મી શાળા કે ડિફેન્સની શાળામાં ભણે છે. તપાસમાં ખબર પડી કે આરોપી લાભશંકર મહેશ્વરીએ એ ભારતીય નંબર પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ એજન્સીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

આરોપીના મોબાઇલની ફોરેન્સિક તપાસથી ખબર પડી કે આ વૉટ્સએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ એજન્સીના લોકો કરી રહ્યા હતા. તેના માધ્યમથી તેઓ સુરક્ષામાં તૈનાત જવાનોના મોબાઈલથી ઇન્ટેલિજેન્સ જાણકારીઓ હાંસલ કરવા માટે તેમના મોબાઈલને હેક કરી રહ્યા હતા. એવી પણ શંકા છે કે પાકિસ્તાની એજન્સી આર્મી પબ્લિક સ્કૂલ (APS)ની વેબસાઇટ કે એન્ડ્રોઇડ એપ્લિકેશન ‘ડિજિકેપ્સ’ જેનો ઉપયોગ ફીસ જમા કરવા માટે કરવામાં આવે છે. તેના માધ્યમથી આર્મી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે જોડાયેલી જાણકારી હાંસલ કરવામાં સફળ રહ્યા છે.

આ એ શાળાઓ છે કે ભારતીય સેનાના સહયોગથી એક ખાનગી સંસ્થા આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટી (AWES) અંતર્ગત આવે છે. આરોપી લાભશંકર મહેશ્વરી મૂળ રૂપે એક પાકિસ્તાની હિન્દુ છે જે ફર્ટિલિટી સારવાર માટે વર્ષ 1999માં પોતાની પત્ની સાથે ભારત આવ્યો હતો. શરૂઆતમાં તે તારાપુરમાં પોતાના સાસરામાં રહેતો હતો, પછી ધીરે ધીરે ત્યાં ઘણી દુકાનો ખોલી અને તેનો સારો કારોબાર થઈ ગયો. વર્ષ 2006માં તેને ભારતીય નાગરિકતા મળી ગઈ.

વર્ષ 2022ની શરૂઆતમાં આરોપી પાકિસ્તાનમાં પોતાના માતા-પિતાને મળવા ગયો હતો. કથિત રૂપે ત્યાં વિઝા પ્રક્રિયા અને પોતાના માતા-પિતાના ઘર પર દોઢ મહિનો રહેવા દરમિયાન તેનું બ્રેનવોશ કરવામાં આવ્યું. ત્યારથી તે પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ એજન્સી સાથે સંપર્કમાં છે. વૉટ્સએપ અકાઉન્ટ બનાવ્યા બાદ તેણે સીમ કાર્ડ પાકિસ્તાન મોકલ્યો હતો અને તેના બદલે તેને પૈસા મળ્યા હતા. આરોપીની ધરપકડને MI, ગુજરાત ATS અને એરફોર્સ ઇન્ટેલિજેન્સ એક મોટી સફળતા માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp