સુરતના વેપારીના અપહરણ અને ખૂનના ગુનામાં સંડોવાયેલા છોટા રાજનના સાગરીતની ધરપકડ

PC: naijanews.com

ગુજરાત ATSએ ગુરુવારે મોડીરાત્રે છોટા રાજન ગેંગના એક સાગરિતને ઝડપી લીધો છે. મનોજ ગૌડ નામનો આ વ્યકિત બન્ટી પાંડેની ગેંગ સાથે કામ કરતો હતો અને પાંડે છોટા રાજન સાથે કામ કરતો હતો. જોકે છોટા રાજનને અગાઉ જ ઈન્ડોનેશિયાના બાલીમાંથી એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે.

ATSના સુત્રોના જણાવ્યા પ્રમાણે મનોજ ગૌડ અપહરણ અને ખુનના કેસમાં સંડોવાયેલો હતો. ૨૦૦૪માં એક એનઆરઆઈનું અપહરણ અને ખુન કરી તે ફરાર થઈ ગયો હતો. જોકે પાંડે પણ પોલીસના સકંજામાંથી ફરાર થઈ ગયો હતો. મુળ હલદવાની ઉતરાંચલની રહેવાસી પાંડેની આ ગેંગે એક ટેસ્ટ ક્રિકેટરના સંબંધીનું અપહરણ કર્યું હતું. પાંડેની ખબર આપનારને એક લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત પોલીસે સુરતમાંથી પાંડેની ગેંગના સાગરિતોને ઝડપી લીધા છે. જેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટરના બે સંબંધીઓનું અપહરણ કરી ગયા હતા. ગુજરાત ATSના સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંડેની ગેંગે મુળ સુરતના હીરાના વેપારી રાજન ભટ્ટનું અપહરણ કર્યું હતું અને તેમણે તાજેતરમાં કરેલી એક મોટી ડીલના પગલે ખંડણી માંગી હતી. જોકે આ ગેંગે ભટ્ટનો વિડીયો તેના પરીવારને મોકલ્યો હતો અને માંગ પુરી ન થતા તેનું ખુન કરી તેની લાશ નડીયાદ પાસે ઘા નાખી દીધી હતી.

આ કેસમાં મનોજ ગૌડ સહિત સંજયસિંહ કનોજ, રાજનકુમાર સિંહ અને નોઈડામાં રહેતા લાલજી વિરુઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગૌડ મુળ આઝમગઢ યુપીનો રહેવાસી છે અને તેને ATSએ ઝડપી સુરત પોલીસને હવાલે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp