BJP MLAએ જલાલપોરની તુલના ઈઝરાયલ સાથે કરી દીધી, બોલ્યા- જ્યાં સુધી શાંત...

PC: indiatimes.com

ગુજરાત ભાજપાના નવસારી જિલ્લાથી ધારાસભ્ય આર સી પટેલનો ધમકાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં આર સી પટેલ કહે છે કે, શાંત બેઠો છું ત્યાં સુધી બધુ ઠીક છે. પણ જો ઉખડ્યો તો બધું ઊખાડી દઇશ. આ વીડિયોમાં ધારાસભ્ય આગળ કહે છે, આ વિસ્તાર નવસારીનો ઈઝરાયલ છે. એક શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓની સાથે ધારાસભ્યનો આ વીડિયો વાયરલ થયો છે.

સંસ્થામાં વિવાદથી ભડક્યા

આરોપ છે કે, એક શૈક્ષણિક સંસ્થાથી ગંદુ પાણી આવ્યા પછી વિવાદ થયો હતો. આ દરમિયાન જ્યારે મામલો આગળ વધ્યો તો શૈક્ષણિક સંસ્થાએ બધુ સ્વીકૃતિથી કરવાનો હવાલો આપી દીધો. આના પર ધારાસભ્યને ગુસ્સો આવ્યો અને તેમણે ધમકાવતા કહ્યું કે, આ વિસ્તાર નવસારીનું ઈઝરાયલ છે. જો હું ઉખડીશ તો બધુ ઉખાડી દઇશ. ધારાસભ્યે પોતાના વિધાનસભા ક્ષેત્ર જલાલપોરની તુલના ઈઝરાયલ સાથે કરી છે. આરસી પટેલ પહેલા પણ ઘણીવાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

કોણ છે આરસી પટેલ

ધોરણ 10 સુધી અભ્યાસ કરનારા આરસી પટેલ(રમેશ ભાઈ છોટુ ભાઈ પટેલ) 1998માં ભાજપાની ટિકિટ પર જલાલપોરથી ચૂંટાયા હતા. ત્યારે પોતાના નોમિનેશન લેટરમાં તેમણે પોતાને ખેડૂત બતાવ્યા હતા. કોળી પટેલ સમુદાયથી તેઓ આવે છે. 2022માં પાંચમી વાક જલાલપોરથી જીતીને ગુજરાત વિધાનસભા પહોંચ્યા છે. 64 વર્ષીય આરસી પટેલ ગુજરાતની વિધાનસભા ગુજરાત ભાજપાના અધ્યક્ષ સી આર પાટિલની નવસારી લોકસભામાં આવે છે.

ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું, તે સમયે કોંગ્રેસના નેતા સીડી પટેલ(છગન દેવ ભાઈ પટેલ) હોમ મિનિસ્ટર બન્યા હતા. હિંદુત્વની આંધી શરૂ થયા પછી પણ સીડી પટેલ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા. એવામાં જલાલપોરની આ સીટ જે આર સી પટેલ ઈઝરાયલ જણાવી રહ્યા છે, તે 1962 થી 1998 સુધી કોંગ્રેસનું ગઢ રહ્યું હતું. પણ સામાન્ય કર્મચારી અને વેલ્ડરનું કામ કરનારા આર સી પટેલે 1998ની ચૂંટણીમાં સીડી પટેલને હરાવ્યા હતા. તે સમયે આર સી પટેલે સીડી પટેલને 17,500 વોટોથી હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp