156 સીટથી પાટીલને સંતોષ નથી, તેમના મતે વધુ મહેનત કરી હોત તો આટલી સીટ આવી હોત
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક ખૂણામાં સમેટી અને આમ આદમી પાર્ટી (AAP)ને માત્ર 5 સીટો પર રોકીને ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતના નવા નાયક બનીને ઉભરેલા સી.આર. પાટિલ અત્યારે પણ સંતુષ્ટ નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હિંમતનગરમાં પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરવાના અવસર પર કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 176 સીટો જીતી શકે છે. 20 સીટો પર પાર્ટીના ઉમેદવાર 5 હજાર કરતા ઓછા મતોના અંતરથી હાર્યા.
જો કાર્યકર્તાઓએ વધુ મહેનત કરી હોત તો પાર્ટીની સીટોની કુલ સંખ્યા 182માંથી 176 હોત. પાટીલે મંચ પરથી કહ્યું કે, ચૂંટણીમાં જે જીત મળી છે, હું તેનાથી સંતુષ્ટ નથી. પાટીલે આ અવસર પર પોતાના નવા પ્લાનનો પણ ખુલાસો કર્યો, જે વિપક્ષની ઊંઘ ઉડાવી શકે છે. સી.આર. પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપની 26માંથી 26 સીટ જીતશે. તેમાં કોઈ શંકા નથી, પરંતુ કોઈ પણ સીટ પર વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારોની ડિપોઝિટ ન બચવી જોઈએ.
સી.આર. પાટીલે સાબરકાંઠા જિલ્લાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જિલ્લામાં 1,324 બૂથોમાંથી 400 બૂથો પર ભાજપ પાછળ રહી છે. જો જોઈએ તો 33 ટકા બૂથ પર આપણે નબળા સાબિત થયા. સી.આર. પાટીલે પોતાના અંદાજમાં નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં એ ન થવું જોઈએ. પેજ સમિતિના મોડલથી આપણે આગળ નીકળી શકીએ છીએ. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આપણે જીત માટે નહીં, પરંતુ વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવા માટે તૈયારીમાં લાગવાનું છે.
સી.આર. પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી પર ગુજરાતની જનતાનો અતૂટ વિશ્વાસ છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વર્ષ 2014 અને વર્ષ 2019ની તુલનામાં જીતને વધુ મોટી કરવાની યોજના બનાવી છે. તે હેઠળ સી.આર. પાટીલે જે બૂથ પર પાર્ટી પાછળ રહી છે, એ બૂથોને ચિહ્નિત કરીને કાર્યયોજના બનાવવાના નિર્દેશ આપ્યા છે. પાટીલ ઈચ્છે છે કે, જ્યારે વર્ષ 2024માં ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેમાં ગુજરાતની જીત વિશેષ હોવી જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં એકમતથી તેમના પક્ષમાં વોટિંગ થવી જોઈએ. ડિસેમ્બરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 156 સીટો પર જીત મળી હતી. તે રાજ્યમાં ભાજપની સૌથી મોટી જીત છે. કોંગ્રેસને 17 અને આમ આદમીને માત્ર 5 સીટ મળી શકી. 3 અપક્ષ ઉમેદવાર જીતવામાં સફળ થયા હતા. જો કે આ 3 અપક્ષ ઉમેદવાર ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. એક સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને જીત મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp