સૌરાષ્ટ્રના આ તાલુકામાં 8 ઇંચ વરસાદ

PC: twitter.com

રાજ્યભરમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં 95 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 200 મી.મી. અને જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 195 મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ તા.11 સપ્ટેમ્બર સવારે 6.00 કલાક સુધીમાં વેરાવળ તાલુકામાં 105 મી.મી., કોડીનારમાં 100 મી.મી. અને જલાલપોરમાં 98 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ચોર્યાસી તાલુકામાં 94 મી.મી., નવસારીમાં 92 મી.મી., વાપીમાં 90 મી.મી., મહુવામાં 88 મી.મી.,અમદાવાદ શહેર અને ગઢડામાં 85 મી.મી., દહેગામ અને ડોલવણમાં 85 મી.મી., રાજુલા-માંગરોળમાં 78 મી.મી., સાવરકુંડલામાં 75 મી.મી. મળી કુલ 11 તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે કડી, ડભોઇ, બોટાદ, માલપુર, વલ્લભીપુર, ગાંધીનગર, ખંભાત, માંડવી, જાંબુઘોડા, સાણંદ, વાલોડ, માંગરોળ, જાફરાબાદ, વાગરા, કપરાડા, વંથલી, ધંધૂકા, મહુધા, પારડી, વસો, થરાદ, દસક્રોઇ, બગસરા, કામરેજ, વલસાડ, ધોલેરા, મહેમદાવાદ અને ઘોઘા મળી કુલ 28 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 50 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.

આજે તા. 11/09/2019ને સવારે 6.00 થી 12.00 કલાક સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, વિસાવદર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તલાળા, વડીયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp