ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય, જો આટલું કરશે તો નવું વીજ જોડાણ

PC: dnaindia.com

નવા વર્ષની શરૂઆત ગુજરાતના ખેડુતો માટે સારી રહી છે. ગુજરાત સરકારે ખેડુતો માટે એક એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેને લીધે જગતના તાતને મોટો ફાયદો થશે.સરકારે કહ્યું છે કે જો આટલું કરશો તો તમને નવું વીજ જોડાણ મળી શકશે. રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ ખેડુતો માટે મહત્ત્વની જાહેરાત કરી છે.

નવા વર્ષે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના ઉપયોગ (સરફેસ વોટર)થી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેક્શન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કેટલાક નિર્ણય લીધા છે. ત્યારે વરસાદી પાણી (સરફેસ વૉટર)નો ઉપયોગ કરનાર ખેડૂતને ઉર્જા વિભાગ દ્વારા તેના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને ખેડુત આર્થિક રીતે વધુ સમૃદ્ધ બની શકશે.

મંત્રીએ આગળ કહ્યું કે,, આ નિર્ણયથી ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી તેમજ અન્ય વરસાદી સ્ત્રોતોના માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે. જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચાવ થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટાપાયે ઘટાડો નોંધાશે. આ સાથે રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.

જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે એ વિસ્તારોમાં કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોએ સરકારને રજૂઆત હતી જેને જે ધ્યાનેલઈનેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયના કારણેઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અનેકચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોનેલાભ મળશે.

ગુજરાત સરકારના આ નિર્ણચને કારણે ભૂગર્ભ જળની બચત થશે. ઉપરાંત 5 હોર્સ પાવરના ખેતીવાડી વીજ જોડાણના વપરાશકોને બિલમાં પણ ફાયદો થશે. ખેડુતો પોતાના ખેતરમાં ખેત –તલાવડી બનાવી શકશે.

રાજય સરકાર દ્વારા વર્ષ 2017માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી હોજ ઉપરાંત સંપ, ટાંકા અનેખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલા ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચેબનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp