NOC વગર ગેમ ઝોન ચલાવનારા સામે FIR થશે,શું ઘટના ન બની હોત તો NOC વગર ચાલતા જ રેત?

PC: hindustantimes.com

રાજકોટમાં ભીષણ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર હવે સખ્તાઈના મૂડમાં છે. ગુજરાત સરકારે રાજ્યમાં ગેમ ઝોનના સંચાલન માટે એક સમગ્ર નીતિ બનાવવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર સ્તર પર તેની તૈયારી કરી લેવામાં આવી છે. ગેમ ઝોનની નીતિમાં સરકાર NOC વિના ગેમ ચલાવવાને ગેર જામિની કરી શકે છે કેમ કે સરકાર તરફથી NOC વિના ચાલી રહેલા ગેમ ઝોન અને મનોરંજન સ્થળોના માલિકો વિરુદ્ધ FIR નોંધાવવાના આદેશ અપાયા છે.

રાજકોટ ગેમઝોન અકસ્માતમાં કુલ 28 લોકોના મોત થયા છે અને અત્યારે પણ કેટલાક લોકો ગુમ છે. અકસ્માતમાં આગમાં સળગેલા 20 લોકોના DNA મેચ થયા બાદ ડેડબોડી સોંપી દેવામાં આવી છે. સરકારે નવા આદેશમાં કહ્યું છે કે NOC વિના ચાલી રહેલા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિકો પર કેસ નોંધાવવા આવે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મનમાની કરનારા સંચાલકો વિરુદ્ધ IPCની સખત કલમો હેઠળ કેસ નોંધો અને ગેર જામિની કલમોઓ લગાવો.

રાજકોટ ગેમ ઝોન અકસ્માત બાદ સરકારે આ સખત આદેશ એટલે આપ્યા છે કેમ કે રાજ્યભરમાં ગેમ ઝોનની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. રાજકોટમાં તો સિસ્ટમની મોટી બેદરકારી સામે આવી છે. તેમાં સામે આવ્યું કે, મનોરંજન પાર્કની મંજૂરી લઈને ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું. રાજકોટ આગની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના દરેક સ્પોર્ટ્સ ક્ષેત્રમાં દર 3 મહિનામાં એક મોક ડ્રીલના આદેશ આપ્યા છે.

રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં અત્યાર સુધી પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કરી છે. ચોથા આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને 13 દિવસના રિમાન્ડ પર મોકલ્યો. ચોથા આરોપીની ઓળખ ધવલ ઠક્કરના રૂપમાં થઈ છે. તો બીજી તરફ રાજકોટમાં મંગળવારે નવા અધિકારીઓએ ચાર્જ સંભાળી લીધો. સરકારે CP રાજૂ ભાર્ગવને હટાવીને વ્રૃજેશ ઝાને નવા CP બનાવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કે. પટેલની જગ્યાએ ટી.પી. દેસાઈની વરણી કરવામાં આવી છે. બંનેએ કાર્યભાર સંભાળી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp