ગુજરાત હાઇકોર્ટે સરકારને ખખડાવી, તમારા કમિશ્નર, કલેક્ટર તો રાજા જેવા છે
ગુજરાત હાઇકોર્ટે સરકારને બરાબરની ખખડાવી છે. હાઇકોર્ટમાં સવા વરસથી 23 જેટલા ચર્ચિત કેસની સુનાવણી ચાલી રહી છે. કોર્ટે ગુજરાત સરકારનો કાન આમળતા કહ્યું કે, તમારા કમિશ્નર અને કલેક્ટર રાજા જેવા છે.
ગુજરાત હાઇકોર્ટે રાજ્યના પોલીસ કમિશ્નરો, કલેક્ટર,ગૃહ વિભાગ, GPCB, GPSCના અધિકારીઓનો ઉધડો લીધો છે. કોર્ટે કહ્યું કે, સરકારી અધિકારીઓ એફિડેવીટ યોગ્ય રીતે ફાઇલ કરતા નથી, તેમા પુરી માહિતી આપવામાં આવતી નથી. અહીં બધું ચાલશે એવી માનસિકતા ભુલી જજો, હવે ગુજરાત હાઇકોર્ટમાં કશું ચાલશે નહીં.
ગુજરાત હાઇકોર્ટાં વડોદરાનો હરણી કાંડ, તાજેતરમાં રાજકોટમાં બનેલી TRP ગેમ ઝોન સહિતની ઘટનાઓમાં સરકારી અધિકારીઓની લાપરવાહીને કારણે હાઇકોર્ટ ગુસ્સે ભરાઇ હતી.
સરકારી અધિકારીઓ ગુજરાત હાઇકોર્ટેન ગાંઠતા નથી તો પછી સામાન્ય પ્રજાનું તો શું થતું હશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp