કોઇને અદાલત થવાનો હક નથી-1 મહિનાથી ફરાર AAP MLA ચૈતર વસાવાની જામીન અરજી ફગાવાઇ

PC: opindia.com

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાના મુખ્ય ચહેરા બનીને સામે આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી રહી છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગના મામલામાં ફરાર ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. નર્મદા જિલ્લાની સેશન કોર્ટમાંથી જામીન ન મળવા પર વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી નકારી દીધી છે. ત્યાર બાદ હવે આપ ધારાસભ્ય સામે સરેન્ડર કરવાનું દબાણ વધી ગયું છે.

બીજો રસ્તો તેમની સામે સુપ્રીમ કોર્ટ જવાનો છે. સૂત્રો અનુસાર, ધારાસભ્ય હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. નર્મદા જિલ્લા ડેડિયાપાડા વિધાનસભાથી ચૂંટાયેલા ચૈતર વસાવા ગુજરાતમાં AAP પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પણ છે. તે ભરૂચથી લોકસભાની ચૂંટણી લડવાની કોશિશ કરી રહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા આગોતરા જામીન માટે પહોંચ્યા હતા. જેથી નર્મદા જિલ્લા પોલીસ તેમની ધરપકડ કરી શકે નહીં. વસાવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જેસી દોશીએ સુનાવણી કરી. તેમણે સુનાવણી બાદ આગોતરા જામીનની અરજી ફગાવી દીધી અને કહ્યું કે, ધારાસભ્યની પાસે વન વિભાગના બે અધિકારીઓને પોતાના ઘરે બોલાવીને અને તેમની જમીન પર અતિક્રમણના મુદ્દાનું નીરાકરણ લાવવા માટે સમાનંતર અદાલત ચલાવવાનો અધિકાર નહોતો.

હાઈકોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, જે લોકો વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ હતી, તેમણે મુદ્દાના સમાધાન માટે ધારાસભ્યના સ્થાને કોર્ટમાં જવું જોઇતું હતું. જસ્ટિસ દોશીએ કહ્યું કે, ધારાસભ્ય પાસે વન અધિકારીઓને પોતાના ઘરે બોલાવવાનો કોઇ અધિકાર નથી અને તેમણે સમાનાંતર અદાલત ચલાવવી જોઇતી નહોતી. જો કોઈને કોઈ સમસ્યા છે તો અદાલતમાં જવું જોઇએ.

મામલો શું છે

ડેડિયાપાડા સીટથી ધારાસભ્ય વસાવા, તેમની પત્ની, અંગત સચિવ અને એક અન્ય વ્યક્તિ સામે વન વિભાગના અધિકારીઓને ધમકી આપવા અને ડેડિયાપાડા સ્થિત તેમના આવાસ પર પોતાની પિસ્તોલથી હવામાં ગોળી ચલાવવાના આરોપમાં પોલીસ દ્વારા FIR દાખલ કર્યા બાદથી AAP ધારાસભ્ય ફરાર છે. આ મામલામાં વસાવાની પત્ની, અંગત સચિવ અને FIRમાં નામજદ એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વિવાદ ત્યારે પેદા થયો જ્યારે વન વિભાગે અંગત પક્ષો દ્વારા ખેતી માટે વન વિભાગની જમીનના ઉપયોગ પર આપત્તિ વ્યક્ત કરી. આ ઘટના 30 ઓક્ટોબરની રાતે બની અને 2 નવેમ્બરના રોજ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી. ધારાસભ્યની પત્ની વર્ષાબેન વસાવા અને આપ નેતાઓનો આરોપ છે કે ચૈતર વસાવાને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સામે બોલવાના કારણે ફસાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp