જામનગરમાં ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા રિવાબા થયા ભાવૂક, જુઓ તસવીરો

PC: navbharattimes.indiatimes.com

શુક્રવારે જામનગર જિલ્લામાં બિલ્ડિંગ અકસ્માત થઈ ગયો હતો. તેમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય રિવાબા જાડેજા મળવા પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની સારવાર માટે 51 હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. જામનગરમાં 3 માળની રેસિડેન્શિયલ ઇમારત શુક્રવારે પડી ગઈ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થઈ ગયા હતા. જામનગર જિલ્લાની સાધના કૉલોનીમાં સ્થિત એક હાઉસિંગ બોર્ડની ઇમરતાનો હિસ્સો પડી ગયો હતો. ઇમરાત 3 દશક જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિવાબા જાડેજા જામનગર ઉત્તરના ધારાસભ્ય છે. અકસ્માતની જાણકારી મળતા જ તેઓ પહેલા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ રિવાબા જાડેજાએ હૉસ્પિટલમાં જઈને ઇજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત લીધી હતી. તેમણે એક છોકરીના માથે હાથ ફેરવીને તેના સ્વાસ્થ્ય બાબતે પૂછ્યું હતું.

રિવાબા જાડેજાને મળતા જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક મહિલા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. રિવાબા જાડેજાએ તેને ગળે લગાવીને શાંત કરાવી અને સાંત્વના આપી.

રિવાબ જાડેજાએ ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે પણ વાત કરી હતી. તેમણે કોઈ પ્રકારની સમસ્યા આવવા પર તેમને ફોન કરવા કહ્યું હતું.

જે પ્રકારે રિવાબાએ અકસ્માત બાદ તાત્કાલિક સક્રિયતા દેખાડી, તેને લઈને તેમના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. રિવાબા જાડેજા સાથે જ જામનગરના સાંસદ પૂનમબેન માડમ પણ ઘટનાસ્થળ પર પહોંચીને જાણકારી લીધી. તેમણે રેસ્ક્યૂ ઓપરેશનની જાણકારી લીધી. તો જામનગરમાં થયેલા અકસ્માત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખની લાગણી વ્યક્ત કરતા પીડિતોની સહાયતની જાહેરાત કરી છે.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, “જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.”

રિવાબા જાડેજા હંમેશાં મુશ્કેલીના સમયે લોકોના પડખે ઊભા નજરે પડે છે. હાલમાં જ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં બિપરજોય વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ તેમણે લોકો માટે ફૂડ પેકેડ બનાવીને વિતરણ કર્યા હતા. એટલું જ નહીં તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બિપરજોય વાવાઝોડાના સમયગાળામાં એમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ પણ અન્ન-જળ વિના ન રહે તે માટે લગભગ 10 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા હતા. જો કે, એ સમયે ફૂડ પેકેડ પર પોતાની તસવીરો ચોંટાડવાને લઈને કેટલાક લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp