હિન્દુ ખાતેદારોની જમીન મુસ્લિમ ખરીદે છે, મહેસૂલ મંત્રીએ કહ્યું ફર્જી...

PC: abplive.com

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે એક પત્રકાર પરીષદમાં બની બેઠેલા ખેડૂતો સામે ચિમકી ઉચ્ચારી છે. મહેસૂલ મંત્રીએ કહ્યું કે, બની બેઠેલા ફર્જી ખેડૂતોની ખેર નથી. આમ ખોટા ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ફરિયાદ મુદ્દે મહેસૂલ મંત્રી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું.

ગુજરાતનાં ખેડા જિલ્લા ખાતે હાજર રહેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, આ સરકારે કોઈપણ બોગસ ખેડૂતને નહીં છોડવાનો નિર્ણય લીધો છે.  આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, અમારા પણ બાતમીદાર હોય છે અને તેમની પાસેથી આ માહિતી મેળવી છે. તેમણે કહ્યું કે આ મામલે અધિકારી સામે પણ આક્ષેપ થયા છે. આમ જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો બોગસ ખેડૂત અને અધિકારીઓને છોડવામાં નહીં આવશે.

આ સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું કે આ મામલે 1730 કેસ તપાસવામાં આવ્યા છે. 628 કેસ શંકાસ્પદ જણાયા છે. તેમજ 500 લોકોને દસ્તાવેજ દર્શાવવા નોટિસ આપવામાં આવી છે. માત્ર માતર જ નહીં ગુજરાતનાં અન્ય સ્થળ પર પણ જો આ પ્રકારની બેદરકારી મળી આવશે તો કોઈને પણ છોડવામાં નહીં આવશે. એક સમાજના લોકો ખરીદે છે તેને છોડવામાં નહીં આવશે. 400 કરોડ રૂપિયાની જમીન બનાવટી ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી છે. આ તમામ જમીન શ્રી સરકાર થઈ જશે.

તેમણે કહ્યું કે, આ મામલામાં ગુનેગારોને 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે. તેઓ વધુમાં જણાવે છે કે, 1900થી 2 હજાર વીંઘા જમીન બનાવટી ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી છે. કમાલ ભાઈએ પોતાની અટક કમલવાલા કરીને બોગસ ખેડૂત બની જમીન ખરીદી છે. બહેરામપુરા અને જમાલપુરમાંથી દસ્તાવેજ ઊભા કર્યા છે. આવા લોકો ભગવાનના મંદિરને પણ છોડતા નથી.

પ્રાણનાથ મહાદેવની જમીન પણ ખરીદી લીધી છે. આમ ખેતી સહિત ધાર્મિક સંસ્થાની જમીન પણ છોડવામાં નથી આવી. માતર સ્થિત સાણંદના હિન્દુ ખાતેદારોની જમીન મુસ્લિમ વ્યક્તિ ખરીદે છે. માતરના બારોટ અટકવાલા ભાઈએ ગઢવીને જમીન આપી છે. અમીબીબીનું નામ બદલી અમીનબીબી કરી બંને એક જ છે તેવું દર્શાવી પૌત્રના નામે જમીન ખરીદવામાં આવી છે.

માતર ગામમાં બે ખાતાની જમીન 3 વ્યક્તિના નામે હતી 2006મા વારસાઈ થતાં 44 વ્યક્તિ વારસદાર બની ગયા. ભાણી અને ભાણિયાના નામો દાખલ કરાવ્યા છે. 2006મા માતાની ઉંમર 49 વર્ષ અને પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવી છે. આવા પેઢીનામા સ્પષ્ટ રીતે ઉભા કરવામાં આવ્યા છે. આ લેન્ડ જેહાદ છે. આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા EDને પણ કહીશું. ફાર્મ હાઉસના એક માલિકે સંદના ગામમાં જમીન રાખી જેનું નામ માતરમાં નથી. ભરવાડ જ્ઞાતિના વારસાઈમાં મુસ્લિમ ધર્મના વ્યક્તિના નામ ચડવ્યા છે. એક વિશિષ્ટ સમુદાયના અધિકારી હતા 200 કેસ તેમના છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વધુમાં જણાવે છે કે, બે હજાર વીંઘા જેટલી જમીન જેની કીંમત અઢીસો કરોડો રૂપિયાથી પણ વધુ થાય આ કરોડો રૂપિયાની જમીન એક જ સમુદાયના લોકો ઓચિંતી ખરીદવા લાગે તો આ તપાસનો વિષય બને છે. અને જ્યારે એને તપાસવામાં આવે છે કે ખેતીની જમીન જે ખેડૂત સિવાય બીજું કોઈ ખરીદી શકતું નથી ત્યારે આ બિન ખેડૂત લોકો જ્યારે આ જમીન ખરીદે છે તો તેનો હેતુ શું છે અને આ પૈસા ક્યાંથી આવ્યા આ બન્ને વાતનું મહત્વ છે, અને અમદાવાદને બ્લોક કરવા માટે તો માતરની જમીન નથી ખરીદવામાં આવીને તે તપાસનો વિષય બને છે. અને એટલા માટે જ મે પહેલા કીધું હતું કે જેમને આ જમીન છોડી દેવી હોય તો તે હાથ જોડીને આવીને લખીને આપી દે કે, આ જમીન અમારી નથી આ અમે ટ્રાન્સફર કરાવી નથી તો એની વિચારણા પાછળથી થઇ શકશે. અન્યથા તો આ ગુનામાં તમારી સામેલગીરી છે એવું નક્કી છે. જો આમાં કોઈ અધિકારી સામેલ હશે તો તેઓની સામે પગલાં લેવામાં આવશે અને આ મામલામાં કોઈ રિટાયર અધિકારી સામેલ હશે તો ગુનામાં મદદગારીગારીના પગલાં લઈશું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp