ગુજરાતના 17મા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પ્રજાના આ 71 કામો કરશે તો સહેલાઇથી મત..

PC: https://www.gonewsindia.com

(દિલીપ પટેલ). ગુજરાતની પ્રજાની અપેક્ષા સાદગી ભર્યા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે એકાએક વધી ગઈ છે. ગુજરાતના હિતમાં ગુજરાતની પ્રજાની સુખાકારી માટે 100 કામો કરવા જેવા છે. આ કામો શું છે તે સત્તા માટે પડકાર રૂપ છે.

1 - ભૂપેન્દ્ર પટેલ મૂળ અમદાવાદના છે. તેથી તેમની પાસેથી અમદાવાદના લોકોની લાગણી છે કે, અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બાબતે કેન્દ્ર સરકાર પાસે કોઈ દરખાસ્ત નથી. દરખાસ્ત મોકલવી એ મોટો પડકાર છે.

2 - અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે પ્રયાસ કરવા પડશે. ગુજરાત સરકારે પણ વર્ષોમાં કોઈ દરખાસ્ત મોકલી નથી. બે મેટ્રો સિટી ગુજરાતમાં બનાવવાની જાહેરાત થઈ છે. અમદાવાદ અને સુરતને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. અમદાવાદ-ગાંધીનગરને ટ્વિન સિટી ગણી મેટ્રો સિટીનું સ્ટેટસ ના મળતાં આશરે દોઢ લાખ સરકારી-અર્ધસરકારીને સહાય થઈ શકે તેમ હતું. કેન્દ્રની વધારાની નાણાં સહાય મળી શકે તેમ છે.

3 - સાણંદ અને બહુચરાજીને ગુજરાતનું ઓટો હબ તરીકે જાળવી રાખવાનો મોટો પડકાર છે.

4 ગુજરાતની સરહદો સુરક્ષિત કરવા માટે દરિયા કાંઠે, કચ્છ અને બનાસકાંઠા માટે સુરક્ષા મજબૂત કરવી પડશે.

5 - ગુજરાતના 11 મધ્યમ કક્ષાના અને 20 નાના બંદરો પર સુરક્ષા અપૂરતી છે. સુરક્ષાનો રિવ્યૂ કરીને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને  દરખાસ્ત મોકલવી પડશે. દરિયાઈ સરહદી સુરક્ષા અંગેની સમીક્ષા માટે રચેયેલા રાજ્ય કક્ષાની સમિતિની બેઠક તુરંત બોલાવવી પડે તેમ છે.

6 - ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ જેવી અનેક નવી સંસ્થાઓ ભારત સરકારની ગુજરાતમાં સ્થપાય તે માટે માંગણી કરવી પડશે.

7 - લઘુમતી, પછાત વર્ગોના વિકાસ માટે છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ રકમ આપી નથી. અહીં સૌનો વિકાસ જોવા મળતો નથી.

8 - જેલના કેદીઓની સુધારણા માટે કામ કરીને દેશમાં આદર્શ ગુજરાત બનાવવું પડશે. પોલીસનું આધુનિકરણ કરીને પ્રજાની સુરક્ષા વધારવી પડે તેમ છે.

9 - જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન હેઠળ માસ ટ્રાન્સપોર્ટના કામો કરવા પડશે.

10 - ક્રાઈમ એન્ડ ક્રીમીનલ સીસ્ટમ માટે કેન્દ્ર સરકારે 2016માં રૂ.16.75 કરોડ, 2017માં રૂ.2.39 કરોડ અને 2018માં રૂ.2.72 કરોડ જ ફાળવ્યા છે.

11 - કૌશલ્ય વર્ધન કેન્દ્રોને ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોની સ્થાપના, અપગ્રેડેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટ સ્કીલ તાલીમ માટે વધારે ધ્યાન આપવું પડે તેમ છે.

12 - ગુજરાતમાં પછાત વર્ગોના બોર્ડ કોર્પોરેશનને સક્રિય કરીને તેમની પાસેથી કામ લેવું પડે તેમ છે.

13 - રાષ્ટ્રીય જમીન દફતર સંચાલન કાર્યક્રમ હેઠળ સરકારે આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેર વિકસાવવા પડશે. જમીન માપણી અંગે નવી દિશા નક્કી કરવી પડશે. ગુજરાતનાં 90 ટકા ખેડૂતોની જમીનની માપણી ખોટી થઈ છે. છતાં ફેર માપણી માટે મોદીએ કોઈ પહેલ કરી નથી.

14. - રાજ્ય કક્ષાએ આંકડા તંત્રને વ્યૂહાત્મક રીતે સંગીન બનાવવું પડશે. જેના આધારે જ નીતિ નક્કી કરી શકાશે.

15.- 2017માં વાયબ્રંટ સિમિટમાં અગાઉના રોકાણ માટેના વચનો આપેલા છે તે પૂરા કરવા માટે તંત્રને દોડતું કરવું પડે તેમ છે.

16 43 લાખ રોજગારી ઊભી કરવા માટે નાના ઉદ્યોગોને મહત્વ આપવું પડે તેમ છે. રોજગારીનો દર 7 ટકાથી વધારીને 10 ટકા કરવો પડે તેમ છે.

17 - છેલ્લાં 5 વર્ષમાં એક પણ નવા બંદર બનાવવાની જાહેરાત કરી નથી. અમદાવાદ માટે નવું બંદર બનાવવું પડશે.

18 - 2017-18ના નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે કોઈ નાણાં ગુજરાતને આપ્યા નથી.

19 - નાણાં પંચ કે નીતિ આયોગ પાસેથી ગુજરાત માટે સૌથી વધું ફંડ મળે તે માટે યોગ્ય કારણો કેન્દ્રની સરકારને સમજાવવા પડે તેમ છે.

20 - ગુજરાતના તમામ ગરીબ લોકોને મફતમાં ઘર બાંધી આપવાની અગાઉ જાહેરાતો કરેલી તે પૂરી કરવા માટે બહાથી નાણાંકિય મદદ શોધવી પડે તેમ છે.

21 - ગુજરાતનું દેવું એક વર્ષમાં ઓછું વધે તે માટે કામ કરવું પડે તેમ છે.

22 - ગરીબોને અન્યાય - ગુજરાતના ગ્રામીણ ગરીબોને મનરેગામાં રોજગારી આપવા ગુજરાત સરકારે વધું કામ કરવું પડે એવી સ્થિતી છે.

23 - સરદાર સરોવર યોજના માટે હજું ઘણું કામ કરવાનું બાકી છે. નહેરો બની નથી તે પૂરી કરવી પડશે. કેન્દ્ર સરકાર પાસેથી આ માટે વધું નાણાં મેળવવા પડશે.

24 - ગરીબો માટે ગેસ નહીં પણ સસ્તુ કેરોસીન ગુજરાત સરકાર મેળવવું પડશે. લાખો ગરીબો પોતાના ઘરનો ચૂલો સળગાવી શકતા નથી. ગેસ મોંઘો છે.

25 - પાક વીમો ખેડૂતો માટે બંધ કર્યો છે. તેની નીતિ નીતિ નક્કી કરીને વીમો શરૂ કરવો પડશે. તોજ ગામડાઓમાં ભાજપ જઈ શકશે. આ કારણે જ 2017ની ચૂંટણીમાં ભાજપે ઓછી બેઠકો મેળવી હતી.

26 - એઈમ્સ જેવી 1200 કરોડની હોસ્પિટલ અમદાવાદમાં ઊભી કરવા માટે કેન્દ્ર સરકારને રાજી કરવી પડશે.

27 - આયુષ વિભાગની  આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજો બની છે પણ તેને માળખુ સારું નથી.

28 - હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને અન્યાય. દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, સુગર, કેમિકલ, એગ્રિકલ્ચર, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયાની રેવન્યુ રળી આપે છે, છતાં આ ઉદ્યોગો પાસે નિકાસ માટે કોઈ સારી સગવડ અથવા સુવિધા કેન્દ્ર સરકારે આપી નથી, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપો‌ર્ટ નથી.

29 - સીધા અને આડકતરા વેરામાં બીજા રાજયોની સરખામણીએ ભારે અસમાનતા ગુજરાતમાં છે.

30 - ગેસમાં અન્યાય. દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગુજરાતને ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય  કરી રહી છે. ગેસ વાપરતા ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે અને ઘર વપરાશનો ગેર બે ગણા ભાવે વેચાય છે.

31 - નાણાકીય ફાળવણીમાં ગુજરાતમાં કેન્દ્રએ 10 ટકા ઘટાડો કર્યો છે. ગુજરાતને 70 હજાર કરોડ ઓછા મળ્યા છે. જે સરભર કરવા માટે કામ કરવું પડે છે.

32  - અમદાવાદ-ગાંધીનગરને ટ્વિન સિટી ગણી મેટ્રોસિટીનું સ્ટેટસ ના મળતાં આશરે દોઢ લાખ સરકારી-અર્ધસરકારીઓને ગેરફાયદો થાય છે.

33 - અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક આપવાની માગણી અભરાઇએ. ચઢી ગઈ છે તે ફાઈલ કાઢવી પડશે.

34 -  કેન્દ્ર સરકારે નવી કોઈ મોટી સિંચાઈ યોજના ગુજરાતને આપી નહીં.

35 - બંધ મિલો ચાલું કરવા માટે કોઈ સહાય આપી નહીં. સહાય મેળવવી પડશે. જ્યાં મિલો બંધ છે તેની જમીન પર નાના ઉદ્યોગો આવે એવી યોજના જાહેર કરવી પડશે. અમદાવાદની મિલોની ખાલી પડેલી જમીન પર વિશ્વ કક્ષાનું છૂટક વસ્તુનું બજાર બની શકે તેમ છે. જો તેમ થાય તો ગુજરાતનો વેપાર વિશ્વના વેપારીઓ સાથે વધી શકે તેમ છે. પણ તે આપવામાં આવતું નથી.

36 - હીરા ઉદ્યોગમાં 40 લાખ હીરાઘસુઓને મદદ થાય એ માટે યોજના બનાવવી પડે તેમ છે.

37 - ભ્રષ્ટ રાજનેતાઓ સામેના કેશ જડપથી ચલાવવા તથા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર બંધ કરાવવો પડશે.

38 - પાકિસ્તાર સાથે સિંધુ બેઝીનનો પાણી ફાળવણીનો મહત્ત્વપૂર્ણ મુદ્દો પણ પડતર છે. મોદીએ સિંધુ નદીનું પાણી કચ્છને આપવા માટે રાજરમત રમી હતી. તેમણે મત મેળવ્યા પછી હવે સિંધુ નદી ક્યા અને કચ્છ ક્યાં તે અંગે તેઓ આંખ બંધ કરીને બેસી ગયા છે.

39 - પાકિસ્તાન દ્વારા ગુજરાતના માછીમાર અને બોટ સાથે અપહરણ કરી લે છે.  માછીમારોને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવાય છે. બોટો જપ્ત થાય છે. તે પછી માછીમારોના છૂટકારા અને બોટો પરત આપવાના મુદ્દે પાકિસ્તાન ભારત સરકારને જાણે નચાવે છે. કાયમી સમસ્યાના કાયમી ઉકેલ માટે મોદીએ કંઈ કર્યું નથી.

40- કચ્છ સરહદ પર ફેંસીંગ ન બની. તે બનાવવા કેન્દ્ર સામે લડવું પડશે. મરીન ઈસગ્રેશન ચેક પોસ્ટ બની નથી. પાકિસ્તાન સાથેની ગુજરાતની શરહદો પર બોર્ડર ફેન્સીંગનું કામ પૂરૃં થયું નથી.

41 - અલંગમાં જહાજો વધું આવે અને વહાણોના ઉત્પાદન ક્ષેત્રે સબસીડી આપવાની યોજના બનાવવી પડે તેમ છે.

42 - અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાન મથકે તાજાફળ, શાકભાજી, પ્રોસેસ્ડ ફુડ અને અન્ય કૃષિ ખાઘ પદાર્થોની નિકાસ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે કારગો બનાવવા માટે એન.ઓ.સી.ની માગણી. ખેડૂતોને મોટો અન્યાય કરાયો છે. અદાણીને હવાઈ મથક આપી દીધું પણ આ સવલત આપવાનું મોદી સરકાર ભૂલી ગઈ છે.

43 - કલ્પસર સરોવર બંધ બનાવવા માટે મોટો પડકાર છે. પાણીના અભાવે સૌરાષ્ટ્ર કચ્છનો વિકાસ શક્યો નથી એટલે સૌરાષ્ટ્ર માટે ખંભાતના અખાતમાં કલ્પસર વગર ક્યારેય બેઠું થઈ શકે એમ નથી. મોટો ફાયદો થઈ શકે તેમ છે.  છતાં મોદીએ ગુજરાત માટે કલ્પસર યોજના જાહેર ન કરાવી. જે રીતે કેન્દ્રમાં કોંગ્રેસના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા બંધની યોજના જાહેર કરી હતી તેમ કલ્પસરની યોજના જાહેર ન કરી. નર્મદા યોજના કરતાં પણ મોટો ફાયદો આ યોજનાથી થઈ શકે અને ગુજરાતમાં ક્રાંતિ લાવી શકે તેમ છે. ગુજરાતના સપના રૂપી કલ્પસર પુરી કરવાની જવાબદારી ઉઠાવવી પડશે.

44 - દારુ બંધીના રૂ.17 હજાર કરોડનું નુકસાન સરભર કરવા કવાયત કરવી પડે તેમ છે. ગુજરાતે દારૂબંધીને કારણે થતી રૂ.7 હજાર કરોડ આર્થિક ખોટની ભરપાઈ કરવાની માંગણી કરી હતી. જોકે ખરેખર તો રૂ.17 હજાર કરોડ છે. જો આ નાણાં મળે તો ગુજરાતની મધ્યાહન્ના ભોજન યોજના જે કોંગ્રેસ દ્વારા શરુ કરાઈ હતી તેનું ખર્ચ નિકળી જાય તેમ છે.

45 - બુલેટ ટ્રેન માટે ખેડૂતોની 158 ગામોની જમીન સંપાદીત કરવાની હતી. જેમાં હજું કેટલાંક વિવાદો છે. તે ઉકેલવા પડે તેમ છે.

46 - અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ નાંખવાનું સ્વપ્ન રૂપાણીનું હતું તે પૂરું કરવું પડશે.

47 – આદિવાસી યુનિવર્સિટીમાં ભારત સરકારનો હિસ્સો આપવા કામ કરવું પડે તેમ છે.

48 - ગીરનાં જંગલ ફરતે રિંગ રોડ, ફેંસીંગ અને પર્યાવરણની મંજૂરી માટે રાજ્ય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તામંડળ બન્યું નથી. તે બનાવવું પડશે.

49 - સમુદ્રતટીય નિયમન ઝોન વિસ્તારમાં ખાણ પ્રવૃત્તિના નિયંત્રણમાં છૂટછાટ આપી નથી. છૂટ આપવા ભાજપ સાથે જોડાયેલા ખાણ માફિયાઓ દબાણ લાવશે, તેને નહીં ઝૂકીને સ્વચ્છ રહેવું પડશે.

50 - ઓછા અને મધ્યમ ધોરણવાળા વિસ્તાર માટે CRZની મંજૂરી આપવામાં આવી નથી. તે ચાલુ રાખવી પડે તેમ છે.

51 - હજીરામાં કોસ્ટગાર્ડનું સ્ટેશન સ્થાપવું, કોસ્ટલ પોલિસીંગ ઈન્સ્ટિટયૂટની સ્થાપના અંગે કંઈ થયું નથી.

52 - GMDCને કચ્છમાં 10 વિસ્તારોમાં બોકસાઈટ માઈનનિંગ લીઝ આપવા માટે કામ કરવું પડે તેમ છે.

53 -  સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદનો JNURMમાં સમાવેશ કરવો પડે તેમ છે.

54 -  ગુજરાત ખેત ઉઘોગ નિગમ દ્વારા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા પાસેથી અમદાવાદ એરપોર્ટ ખાતે કૃષિ કાર્ગો બાબતેના વાંધા પ્રમાણપત્ર મેળવીને તે ચાલુ કરાવવું પડે તેમ છે.

55 - મધ્યાહન ભોજન યોજના મજબૂત બનાવીને  રાંધણ ખર્ચ, એલપીજી જોડાણ આપવા પડે એવું આયોજન કરવું પડશે.

56 - સાબરમતી ગાંધીઆશ્રમ અને આસપાસના વિસ્તારના વિકાસની યોજના બની છે તેમાં આરોપોનો સામનો ન કરવો પડે એવી વ્યવસ્થા ઊભી કરવી પડે તેમ છે.

57 - ખેતીની અનેક યોજનાઓ છે તેને લાગું કરવી પડે તેમ છે. ખાસ કરીને ખેડૂતોના દેવા, ખાતર, સબસીડી આપવાની યોજનાઓ વધારે મજબૂત કરવી પડે તેમ છે.

58 - પોલીસ સ્માર્ટ બને એવું ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું, પણ અમાનવિય કૃત્યો ન કરે અને કરે તો માફી માંગે એવું ન કહ્યું      

59 - ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબ પણ ઓન લાઈન કરો, બિલ્ડરોને ફાયદો કરાવતી રૂપાણીની ઓન લાઈન પ્લાન પાસની નવી સિસ્ટમ બીજી વખત શરૂ કરો     

60 - ઓન લાઈન ફરિયાદ માટે નવું સોફ્ટવેર બનાવીને દરેક નાગરિક પોતાની ફરિયાદ કરીને ન્યાય મેળવી શકે એવી મજબૂત વ્યવસ્થા બનાવવાની જરૂર છે.

61 - સરકારના તમામ હિસાબો ઓન લાઈન કરીને પ્રજા રોજે રોજના ચૂકવણા જોઈ શકે એવી પારદર્શી સરકાર બને તો શ્રેષ્ઠ સરકાર જાહેર તશે.

62 - ગુજરાતમાં GSTના અધિકારીઓની એકતરફી કાર્યવાહી, વેપારીઓ પરેશાન છે. કરોડોના ભ્રષ્ટાચાર છે, જે દૂર કરવા માટે કામ કરવું પડે તેમ છે. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર વેરામાં થઈ રહ્યો છે. જે અગાઉ ક્યારેય થયો ન હતો.

63 - ફીક્સ પગારના કર્મચારી કે કરાર આધારીત કે સહાયક કર્મચારી પ્રજા નાબૂદ કરી દેવી પડશે. ગુજરાતની પ્રજાની લાગણી છે.

64 - વ્યાજખોરોની રંજાડ છે અને વ્યાજનું વ્યાજ માફ કરવા સરકારે તૈયારી કરવી પડશે.

65 - 2 કરોડ દુધાળા પશુઓ માટે ડેરીઓમાં વધું દૂધ જાય અને સારા ભાવ મળે તે માટે કામ કરવું પડે એવી સ્ફોટક સ્થિતી છે.

66 - ગુજરાતમાં કપાસની ખરીદી મહારાષ્ટ્ર કરતાં વધું થાય તે માટે આજ સુધી પ્રયાસો થયા છે તે પૂરતાં નથી. તે માટે કામ કરવું પડે તેમ છે.

67 - સાયબર ક્રાઈમ વધી રહ્યો છે. તે દૂર કરવા માટે હાલના માળખાને વધારે મજબૂત કરવાની જરૂર છે. લોકો ઠગાઈ રહ્યાં છે અને પોલીસ તંત્ર હાથ જોડીને બેસી રહ્યું છે.

68 - ખેડૂતોની માંગથી અડધી વીજળી અપાય છે, રાતના નહીં દિવસમાં આપો

69 - ક્યાંથી ભણશે ગુજરાત, પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના શિક્ષકો જ નથી

70 – પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા પડશે.

71 –ભાજપના નેતાઓને અકુંશમાં લેવા પડશે. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp