ગુજરાત: આ 3 સાંસદોની ટિકીટ કપાઇ જ ગયેલી, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ બચાવી લીધા

ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 15 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે. હવે અંદરની વાત એ સામે આવી છે કે, ગુજરાતમાં 3 સાંસદોની ટિકિટ કપાઇ જ ગયેલી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેયને બચાવી લીધા છે.

ગુજરાતના પત્રકાર અને પોલિટિકલ એનાલિસ્ટ દિનેશ અનાજવાળાએ કહ્યું હતું કે, મનસુખ વસાવા, ભરત ડાભી અને પૂનમ માડમ આ 3 સાંસદોની ટિકીટ કાપી નાંખવામાં આવી હતી, પરંતુ PM મોદીએ તેમને બચાવી લીધા છે. ભરત ડાભી પાટણથી સાંસદ છે, તેમણે તો પોતે જ ના પાડી હતી કે મારે ચૂંટણી લડવી નથી, છતા ભાજપે નામ જાહેર કર્યું.

બનાસકાંઠા બેઠક પરથી ડો, રેખા ચૌધરીના નામની જાહેરાત પાછળ શંકર ચૌધરીની મોટી ભૂમિકા હતી. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાને સી આર પાટીલને ભક્તિ ફળી છે અને પાટીલના આશીર્વાદથી તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp