ગુજરાતના વેપારીઓને મારી રેલીમાં ન આવવાની ધમકી આપવામાં આવે છેઃ CM કેજરીવાલ

PC: indianexpress.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) સંપૂર્ણ તૈયારીમાં છે. શનિવારે દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતના જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા CM કેજરીવાલે કહ્યું કે ગુજરાતના વેપારીઓને કેજરીવાલની રેલીમાં ન જવા માટે અહીંની સરકાર દ્વારા ડરાવવામાં આવે છે. અમે વેપારીઓને મળીશું, સમસ્યાઓ સાંભળીશું અને તેમના માટે ગેરંટી જાહેર કરીશું. આ સાથે આવતીકાલે અમે આદિવાસીઓની વચ્ચે જઈને તેમને જણાવીશું કે, જો અમારી સરકાર બનશે તો અમે તેમના માટે શું કરીશું.

CM કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, તેઓ અહંકારી બની ગયા છે. તેમને લોકો સાથે કોઈ લેવાદેવા નથી. દિલ્હીના CM હોવાના નાતે હું ' લઠ્ઠા' (બનાવટી દારૂ) ઘટનાના પીડિતોને મળ્યો, જ્યારે ગુજરાતના CM તેમને મળવા પણ નહોતા ગયા, હવે એક વિકલ્પ છે. CM કેજરીવાલે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ-ઇલુ સંબંધ ચાલી રહ્યો હતો, પરંતુ હવે AAP વિકલ્પ તરીકે આવી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગઈકાલે લોકોને ડરાવવામાં આવ્યા હતા, તેમ છતાં તમને મળવા આવ્યા તે બદલ આભાર. 75 વર્ષમાં આપણે ઘણું બધું હાંસલ કર્યું છે, પરંતુ એ પણ વિચારવાનો સમય આવી ગયો છે કે એવા કેટલાય દેશો છે જે આપણાથી આગળ નીકળી ગયા છે. આપણે કેમ પાછળ રહીએ છીએ, આપણામાં શું ખામી છે?

CM કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતના લોકો આખી દુનિયામાં જાય છે, બિઝનેસ કરે છે, પરંતુ જ્યારે તેઓ કેજરીવાલને મળવા આવે છે ત્યારે ખબરદાર જો કેજરીવાલને મળવા ગયા તો, તેમને ડરાવવામાં આવે છે. આપણા દેશમાં રાજકારણ ખૂબ જ ખરાબ છે.'

દિલ્હીના કામ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 'દિલ્હીની સરકારી શાળાઓ અને હોસ્પિટલો પાંચ વર્ષમાં જોવાલાયક બની છે. 70 વર્ષમાં તેઓએ જાણી જોઈને આપણને પાછળ મૂકી દીધા. તેઓએ જાણીજોઈને દેશને પાછળ રાખ્યો.'

CM કેજરીવાલે કહ્યું કે, 'હું પાટીલ સાહેબને કહીશ અને CMને કહીશ કે તમે દિલ્હી આવો, કંઈક બોલો, હું કોઈને ડરાવીશ નહીં, ન ધમકી આપીશ.' CM કેજરીવાલે આરોપ લગાવ્યો કે GST અધિકારીઓ દ્વારા વેપારીઓને ડરાવવામાં આવે છે.

સુરતમાં થોડા વર્ષો પહેલા હોલનું બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. હું ભાજપના લોકોને વિનંતી કરું છું કે, આવી રીતે ડરાવીને કે, ધાકધમકી આપીને રાજકારણ ન કરો. CM કેજરીવાલે કહ્યું કે, 'મને વેપારીઓ માટે ચોર કહેવામાં આવે છે. હું વીજળી ફ્રી કરીશ તો કહેવાય છે કે CM કેજરીવાલ ફ્રી રેવડી આપે છે. દિલ્હીનું બજેટ નફામાં ચાલી રહ્યું છે, દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp