નમાઝ વિવાદ: ગુજરાત યુનિવર્સિટીએ 7 અફઘાન સ્ટુડન્ટને ભારત છોડવા આદેશ આપ્યો

PC: khabarchhe.com

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં ગયા મહિને નમાઝને લઇને જે વિવાદ ઉભો થયો હતો તેમાં યુનિવર્સિટીએ હવે 7 વિદેશી વિદ્યાર્થીઓ સામે એક્શન લીધા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા 7 અફઘાની સ્ટુડન્ટસને કાઢી મુકવામાં આવ્યા છે અને તેમને ભારત છોડવા માટે કહી દેવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજ ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે કોઇ પણ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેમનો પુરતો ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ 7 વિદ્યાર્થી એવા હતા જે જુદા-જુદા કારણો આપીને યુનિવર્સિટીને હોસ્ટેલમાં રહેવાનો પ્રયાસ કરતા હતા. આ એવા વિદ્યાર્થીઓ હતા જે પૂર્વ વિધાર્થીઓની કેટેગરીમાં આવી ગયા હતા. એટલે અમે તેમને ભારત છોડવાનો આદેશ કર્યો છે અને અફઘાનિસ્તાન કોન્સ્યૂલેટને આ વિશે જાણકારી પણ આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp