8 જુલાઇ સુધી કેવું રહેશે હવામાન? જાણો ક્યાં-ક્યાં પડશે વરસાદ, અષાઢી પાંચમે...

PC: gujaratsamachar.com

ગુજરાત સહિત દેશભરમાં વરસાદનો બરાબર માહોલ જામ્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે. મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. મંગળવારે બનાસકાંઠાના લાખાણીમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. અત્યારે ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યૂલેશન બન્યું છે જેના કારણે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન મામલે 7 દિવસની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે, આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર અમદાવાદ મહીસાગર નર્મદા ભરૂચ અને ડાંગ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અમરેલી બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.

રામાશ્રય યાદવે શુક્રવાર (5 જુલાઇ)ના હવામાન મામલે આગાહી કરતા જણાવ્યુ કે, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. તેની સાથે જ રાજ્યભરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપી છે. તેમણે શનિવારથી મંગળવાર સુધીની ગુજરાતના હવામાન કેવું રહેશે તેના પર વાત કરતા કહ્યું કે, આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે.

શનિવારથી મંગળવાર સુધી ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે આગાહી કરતા રામાશ્રય યાદવે જણાવ્યુ કે, રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમણે આજથી 3 દિવસ સુધી આખા રાજ્યમાં મેઘ ગર્જનાની વોર્નિંગ આપી છે. આ સાથે તેમણે 1-5 દિવસ માછીમારો માટે ચેતવણી આપી છે. ગુજરાતમાં વરસાદની ટકાવારી પર તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 1 જૂનથી 3 જુલાઇ સુધી કુલ 7 ટકાથી વધારે વરસાદ થયો છે. અમદાવાદ અને ગાંધીનગમાં 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

તો હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં ગુજરાત અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ ભરેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે. એ સિવાય પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. 6 તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં 6 જુલાઇ અને 8 જુલાઈએ એક સિસ્ટમ બની રહી છે જે ફરી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 8-16 જુલાઇ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અષાઢી પાંચમે રાજ્યના ભાગોમાં વીજળી થવાની સંભાવના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp