ગુજરાતીઓ હજુ શેકાવા તૈયાર રહેજો, આ તારીખથી મળશે રાહત

PC: indiatoday.in

અત્યારે ગુજરાત સહિત દેશભરમાં કાળઝાળની ગરમી પડી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે જાત જાતના ઉપાયો કરે છે, બપોરે ઘરથી નીકળવાનું ટાળે છે, પરંતુ ગુજરાતીઓએ હજું 5 દિવસ કેટલાક સુધી આવી ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. ગુજરાત કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં મંગળવારે 6 શહેરોનું તાપમાન 45 ડિગ્રી કે તેનાથી વધારે નોંધાયું હતું. ગુજરાતમાં મહત્તમ તાપમાન હિંમતનગરમાં (45. 6 ડિગ્રી) નોંધાયું હતું. તો આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે.

મંગળવારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં 5 દિવસ હવામાન કેવું રહેશે તેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. 5 દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો અલર્ટની આગાહી આપવામાં આવી છે.

સોમવારે અમદાવાદમાં 44.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રામાશ્રય યાદવે જણાવ્યુ કે, ગુજરાતમાં મહત્તમ તાપમાન ગાંધીનગરમાં 45 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે સૌથી વધુ તાપમાન હિંમતનગરમાં 45.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી સુધી તાપમાન જશે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. 24-30 મે સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. આ દિવસોમાં 2 ડિગ્રીથી લઇને 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હવામાન એક્સપર્ટ  અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 26-30 મેના રોજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. જે 4 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp