બુટલેગર સાથે પકડાયેલી ગુજરાતની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના વૈભવી ઠાઠ

ગુજરાતની એક મહિલા કોન્સ્ટેબલ અત્યારે જબરદસ્ત ચર્ચામાં છે. એક બુટલેગર સાથે પકડાયેલી આ મહિલા કોન્સ્ટેબલ સોશિયલ મીડિયા સેન્સેશન છે અને વૈભવી જીવન જીવવા માટે જાણીતી છે.

ક્ચ્છમાં બુટલેગર યુવરાજ સિંહ જાડેજાની ઠાર કારમાં દારૂ સાથે પકડાયેલી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી અત્યારે તો જેલમાં છે.

નીતા ચૌધરી 2015માં ગુજરાત પોલીસમાં જોડાઇ હતી અને તેનું ફરજનુ સ્થળ ગાંધીધામ છે. તેણીને ડેપ્યુટેશન પર સીઆઇડી ક્રાઇમમાં મુકવામાં આવી હતી. તે એલસીબીમાં પણ કામ કરી ચૂકી છે.

નીતાના IPS અને મોટા નેતાઓ સાથે સંબંધ હોવાની પણ ચર્ચામાં છે. ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે અગંત સંબંધ હોવાની પણ ચર્ચા છે.

નીતાએ ઇન્સ્ટાગ્રામ પર મોંધી રેસ્ટોરન્ટ, હેલિકોપ્ટર રાઇડ, મોંઘા કપડા, મોંઘી ઘડિયાળો રીલ અને વીડિયોમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp