મહેસાણામાં બન્યું ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર, 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા તરભ ગામમાં ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે અને 22 ફેબ્રુઆરી 2024ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ મંદિરનું નામ વાળીનાથ મંદિર છે.
રબારી સમાજના લોકો ગુરુગાદી અને આચાર્યને ભગવાનની જેમ પુજે છે અને આ જગ્યા પર પ્રથમ મહંત વિરમગીરી મહારાજે ગુરુગાદીની સ્થાપના કરી હતી. આ જગ્યાએ મંદિરનો જીર્ણોદ્વાર થવાનો છે. એક એવી લોકવાયકા છે કે, 900 વર્ષ પહેલા આ ગામની જમીનમાંથી વાળીનાથ ભગવાન, ભગવાન ગણેશ અને માતા ચામુંડાની પ્રતિમા મળી આવી હતી. હવે આ જગ્યાએ 45,000 ચોરસ ફુટ વિસ્તારમાં મંદિર બન્યું છે. આયોજકોને કહેવું છે કે ગુજરાતમાં જ્યોર્તિલીંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન હોવાથી તેમના સન્માનમાં વાળીનાથ મંદિરની ઉંચાઇ ઓછી રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp