હાર્દિકે ટ્વીટ કરીને કોની માફી માંગી, જુઓ

PC: twitter.com/hardikpatel_

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત ગુજરાત બહારથી રોજી-રોટી માટે ગુજરાત આવેલા લોકો સાથે કોઈ માર-પીટ કરે કે ગુજરાત છોડવાની ધમકી આપે તો તુરંત હાર્દિક પટેલનો સંપર્ક કરવો. હાર્દિકની આ જાહેરાત બાદ તેના પર ઘણા ફોન આવ્યા હતા, પરંતુ તે બધા ફોન ઉપાડી નહોતો શક્યો, એટલે તેણે ટ્વીટ કરીને માફી માગી હતી.

ટ્વીટમાં માફી માગતા હાર્દિકે કહ્યું હતું કે, આપણા ઉત્તર ભારતીય પરિવારને જેટલી થઈ શકી તેટલી હેલ્પ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ એક જ નંબર હોવાથી બધાના ફોન ન ઉપાડી શક્યો. અમને માફ કરજો. ઉત્તર પ્રદેશ અને બિહારથી લગભગ હજારો ફોન આવ્યા, સાથે જ સમગ્ર દેશમાંથી પણ ફોન આવ્યા. તમામ સાથે વાત કરીને આનંદ અનુભવાય છે. ગુજરાતમાં જે પણ કંઇ થયું તે ખોટું થયું.

કેટલા પરપ્રાંતિયોએ હેલ્પલાઈન પર ફોન કરીને હાર્દિક પટેલ પાસે માંગી મદદ?

હિંમતનગરના ઢૂંઢર ગામે 14 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓના પગલે ઘણા લોકો પોતાના વતન પરત ફર્યા છે. આ કારણે ગુજરાતમાં વાતાવરણ તંગ બન્યું છે અને રાજકારણમાં આરોપ પ્રત્યારોપનું વાતાવરણ ગરમાયું છે. ઉત્તર ભારતીય લોકોની મદદ માટે હાર્દિક પટેલે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. આ વિશે તેણે ટ્વીટર પર ટ્વીટ પણ કરી છે અને લખ્યું છે કે, 'અસામાજિક તત્ત્વો ગુજરાતમાં મારા ઉત્તર ભારતીય પરિવારને મારપીટ કરવાની ઘમકી આપે છે તો તરત અમારા હેલ્પલાઈન નંબર પર ફોન કરો. દેશ સંવિધાનથી ચાલે છે કોઈની મનમાનીથી નહીં. દેશનું સંવિધાન બધા ભારતીયોને કોઈ પણ પ્રદેશમાં રહેવાનો અધિકાર આપે છે.'

આ સંદર્ભે હાર્દિક પટેલે કહ્યું હતું કે 'જે રીતે ગુજરાતની પરિસ્થિતિ છે તે હિસાબે આપણી જવાબદારી બને છે કે દરેક ભારતીયને દરેક ભારતીય જ કામ આવી શકે છે અને તે માટે જ અમે લોકોએ દરેક વ્યક્તિની સુરક્ષા માટે અને દરેક વ્યક્તિની મદદ માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં આ નંબર પર સાતથી આઠ હજાર લોકોના ફોન આવ્યા છે અને તેમાંથી ઘણા લોકોની અમે હેલ્પ પણ કરી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp