બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને ભાજપના ગોધરાના ધારાસભ્ય હરેશ ભટ્ટ શિવસેનામાં જોડાયા

14 Nov, 2017
07:30 AM
PC: khabarchhe.com/

2002માં ગોધરાથી ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલાં RSSની પાંખ બજરંગ દળના પ્રમુખ હરેશ ભટ્ટ આખરે ભાજપ અને RSS છોડીને મહારાષ્ટ્રની ગુજરાતીઓનો વિરોધ કરતી શિવસેનામાં જોડાયા છે. તેમને ગુજરાત શિવસેનાની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવેયતેવી શક્યતા છે.

તેમને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતમાં ફરીથી ટિકિટ એટલા માટે આપી ન હતી કે તેઓ સંધ પરિવારથી આવતાં હતાં અને બજરંગદળના મહત્ત્વના નેતા હતા. તેઓ અમિત શાહથી નારાજ હતા. હવે શિવસેનામાંથી તેઓ ઊભા રહીને ચૂંટણી લડી શકે છે. તેનાથી બની શકે કે ભાજપને ફાયદો પણ થાય. ગુજરાતમાં શિવસેનાની દરેક ચૂંટણીમાં નાલેશી ભરી હાર થતી આવી છે.

Leave a Comment: