
દ્વિતીય સિડબી-ઇટી ઇન્ડિયા એમએસઇ એવોર્ડ 2019માં HDFC બેંકને શ્રેષ્ઠ એમએસઇ બેંક જાહેર કરાઇ છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બેંક વતી ગ્રુપ હેડ-કોપોરેટ અને બિઝનેસ બેંકિંગ, રાહુલ શુક્લે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે રાહુલ શુક્લે જણાવ્યું કે ગ્રાહકોએ અમારામાં મુકેલા વિશ્વાસ બદલ તેમનો આભાર.અમે અમારી વિશ્વ સ્તરની પ્રોડક્ટસ મારફતે તેમની વિકાસ યાત્રામાં સહભાગી બનવા બદલ ગૌરવ અનુભવીએ છીએ.
રાહુલ શુક્લે આ એવોર્ડ નાણાં અને કોપોરેટ બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર, ભારત સરકારના નાણાં વિભાગના અધિક સચિવ પંકજ જૈન અને સિડબીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મોહમદ મુસ્તફા દ્વારા એનાયત કરાયો હતો.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp