ગ્રાહક બનીને 4.5 કરોડ રૂપિયાના હીરા ઉઠાવી લઈ ગયો ગુજરાતી ઠગ, રીત એવી કે..
સુરતમાં છેતરપિંડીની હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી એક ઠગે હીરા કારોબારીને 4.5 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દીધો. એક ચાલક ચોરે પોતાને ખરીદદાર બતાવીને 4.55 કરોડ રૂપિયાના હીરાઓની ચોરી કરી લીધી. ચોરે 10.08 કેરેટના અસલી હીરાની જગ્યાએ નકલી હીરો રાખી દીધો. પોલીસે ચોર અને તેના સાથી વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. આ ઘટના સુરતના મહિધરપુરા વિસ્તારની છે. સુરતના હીરા વેપારી ચિરાગ શાહની ‘અક્ષત જેમ્સ’ નામથી દુકાન છે.
ચિરાગ શાહના પુત્ર અક્ષતને એક વેપારી ભરત પ્રજાપતિનો ફોન આવ્યો. ભરતે જણાવ્યું કે, RapNet નામની એક વેબસાઇટ પર 10.08 કેરેટનો એક હીરો વેચાણ માટે છે. આ હીરો D કલર અને VVS2 પ્યૂરિટીવાળો છે. તે આ હીરાના માલિક બાબતે જાણકારી મેળવે કેમ કે હિતેશ પુરોહિત નામનો એક વેપારી તેને ખરીદવા માગે છે. અક્ષતે હીરાના માલિક યોગેશ કાકલોટકર સાથે સંપર્ક કર્યો અને પુરોહિતને દેખાડવા હીરો મગાવ્યો. 8 જૂન પ્રજાપતિ, સની અને મિલન સૂરદકર નામના 2 દલાલ શાહની ઓફિસ પર આવ્યા.
બધા લોકો પુરોહિતને મળવા ગયા. પુરોહિતે હીરાની કિંમત પર વાતચીત કરી, પરંતુ તેણે આખું પેમેન્ટ પછી આપવાની વાત કહી. શાહે ના પાડી દીધી અને આખું પેમેન્ટ પહેલા આપવાની વાત પર અડગ રહ્યો. 24 જૂને સનીએ શાહને જણાવ્યું કે, પુરોહિત હવે પૈસા આપવા તૈયાર છે. આગામી દિવસે અક્ષતે ફરીથી કકલોટકર પાસે હીરો લીધો અને શાહ અને અક્ષત, પુરોહિતની ઓફિસ ગયા. પુરોહિતે હીરો અને તેનું સર્ટિફિકેટ ચેક કર્યું. પછી તેણે 10 લાખ રૂપિયાનું એડવાન્સ આપવા અને બાકી પૈસા ડિલિવરીના સમયે આપવાની વાત કહી.
પુરોહિત તિજોરીમાંથી પૈસા કાઢવાના બહાને ઓફિસથી જતો રહ્યો, પરંતુ તેણે હીરો ટેબલ પર જ છોડી દીધો. અક્ષતે ધ્યાન આપ્યું કે ટેબલ પર રાખેલો હીરો નકલી છે. તે અસલી હીરા જોવો જ છે, પરંતુ અસલી નથી. શાહ અને અક્ષતે પુરોહિતને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન મળ્યો. વારંવાર ફોન કરવા પર પણ તેણે ફોન ન ઉઠાવ્યો. ત્યારબાદ શાહે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના અધ્યક્ષ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, હીરાનો આકાર અને રંગ જોઈને લાગે છે કે આ એક દુર્લભ હીરો છે. હીરા ઉદ્યોગમાં D કલરને સૌથી સારો માનવામાં આવે છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણે જણાવ્યું કે, અમે 5 ટીમો બનાવી છે. એક ટીમને પુરોહિતના ગામ પાલનપુર મોકલવામાં આવી છે. અમે આ મામલામાં સામેલ 2 અન્ય લોકો કમલેશ અને અશોકની પણ તપાસ કરી રહ્યા છીએ. ચૌહાણને આશા છે કે જલદી જ બધા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp