ગુજરાતમાં ગરમી રાત્રે પણ તમને અકળાવશે: હવામાન વિભાગ

PC: navgujaratsamay.com

હજુ તો માર્ચ મહિના ચાલી રહ્યો છે અને ગુજરાતમાં કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં તો એવી ગરમી પડે છે કે, લોકોને દિવસમાં બહાર નિકળવાનું પણ મુશ્કેલ થઇ ગયું છે. લોકોને એ વાતની ચિંતા છે કે એપ્રિલ અને મે મહિનો કેવી રીતે નિકળશે? હવે ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે દિવસમાં તો ગરમી પડશે જ પરંતુ રાત્રે પણ ગરમી તમને અકળાવશે.

ગુજરાતમાં અત્યારે તમે જુઓ તો 40 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે અને ગરમીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. દિવસમાં લોકો બહાર નિકળે તો સુર્યનો એટલો આકરો તાપ જોવા મળી રહ્યો છે કે લોકો શેકાઇ રહ્યા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે હુજરાતનું હવામાન આગામી દિવસોમાં ડ્રાય રહેશે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઇ મોટા ફેરફારની સંભાવના નથી, પરંતુ કેટલાંક વિસ્તારોમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં પણ કોઇ ફેરફારની શક્યતા દેખાતી નથી.

હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, આણંદ સહિત કેટલાંક વિસ્તારોમાં રાત્રે પણ અકળાવનારી ગરમી પડશે. આગામી ચોથા અને પાંચમા દિવસે ગરમીનું પ્રમાણ વધી શકે છે.

ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમા કહ્યું કે. રાજ્યમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં 40.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ચૌહાણે કહ્યું કે, આગામી બે દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજ અને ગરમીને કારણે અકળામણનો અનુભવ થષે. અત્યારે ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમના પવનો ફુંકાઇ રહ્યા છે, જેની ગતિ 15-20 કિલોમીટરની રહેશે.

 જો કે આ વખતે એક વાત સારી એ સામે આવી રહી છે કે હવામાનના નિષ્ણાતો ચોમાસું સારું રહેવાનો વરતારો આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp