ગુજરાતના આ 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

PC: indiatvnews.com

ચોમાસાએ આમ તો આ વખતે આ ખા ગુજરાતના ધમરોળી નાંખ્યું છે, તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને તો જળબંબાકાર બનાવી દીધા હતા. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢની હાલત વરસાદને કારણે ભયભીત બની ગઇ હતી. હવે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં અત્યારે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગની આગાહીમાં કહેવામાં આવ્યું છે.

ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જમાં સુરત, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાનો સમાવેથ થાય છે. સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક પછી વરસાદમાં મોટો ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે, જ્યારે અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે. એ સિવાય અન્ય વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાતી નથી.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયામાં 40થી 45 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે એ વિશે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં 20થી 30 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા છે. અભિમન્યુ ચૌહાણે કહ્યું કે, હાલ ગુજરાત પર કોઇ પણ પ્રકારની વરસાદ આવે તેવી સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 85 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે.

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ગુરાતમાં આવેલા ઉકાઇ  ડેમમાં છેલ્લાં 17 દિવસથી સતત પાણીની આવક થઇ રહી છે. જેને કારણે ઉકાઇ  ડેમની સપાટીમાં 22 ફુટનો વધારો થયો છે. પાણીનું સ્ટોરેજ પણ 70 ટકા કરતા વધી જતા ફ્લડ સેલ દ્રારા વોર્નિંગ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે ઇકાઇ ડેમની સપાટી 331.49 ફુટ છે, જે રૂલ લેવલથી માત્ર દોઢ ફુટ દુર છે.

આ વખતે ચોમાસાની શરૂઆત થોડી મોડી થઇ હતી, પરંતુ સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 85 ટકા જેટલો વરસાદ પડી ચૂકયો છે. જો કે, કેટલાંક વિસ્તારોમાં મેઘરાજાની એવી તોફાની બેટીંગ રહી હતી કે લોકોના ઘરો સુધી  પાણી ડુબી ગયા હતા, કેટલાંક વિસ્તારોમાં લોકોનો વાહનો, ઘરવખરી પણ તણાઇ ગઇ હતી. લોકોનું જનજીવન ખોરવાઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp