ગુજરાતમાં આ વિસ્તારમાં બુધવારે ભારે વરસાદ પડશે

ગુજરાતમાં છેલ્લાં ત્રણેક દિવસથી ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદે ઘમરોળી નાંખ્યું છે. જૂનાગઢમાં 12 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ અને વંથલીમાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથમાં 5,000 વર્ષ જૂના માધવરાજી મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ઘણી જગ્યાએ હાઇવે પર પાણી ભરાઇ ગયા છે.

મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્રારકા, ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામન વિભાગે કહ્યું છે કે પવનની ગતિ લગભગ 55 કિ.મી જેટલી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp