અંબાલાલની આગાહી- ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને નુકશાન થશે, સૌરાષ્ટ્રમાં..

PC: news18.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે અને એપ્રિલ, મે મહિનામાં કેવી ગરમી પડશે તેના વિશે આગાહી કરી છે. પટેલે કહ્યું છે કે, ફેબ્રુઆરીના અંત ભાગમાં ભારે પવન ફુંકાશે જેને કારણે આંબા પરના મોર ખરી પડશે, ખેડુતોના કેરીના પાકને મોટું નુકશાન થઇ શકે છે. તેમણે કહ્યું કે, ખેડુતોએ મોરને બચાવવા પહેલેથી કાળજી રાખવી પડશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં હવે ઠંડી લગભગ વિદાય થઇ રહી છે, અત્યારે દિવસમાં ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, એક બીજું મજબુત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના દિવસે આવશે, આ દિવસોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 25 કિ.મીની ઝડપે પવન ફુંકાશે. પવન એવો આવશે કે ધૂળ ઉડવાનો અનુભવ થશે. સાથે ગરમીનો પણ અહેસાસ થશે.

પટેલે કહ્યું કે, હવે 16 ફેબ્રુઆરીથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવા માંડશે. એ પછી 20 ફેબ્રુઆરીથી ગરમીનો પારો વધારે ઉંચો જશે.ફેબ્રુઆરીના અંત સુધીમાં વાતાવરણમાં બદલાવ જોવા મળશે.માર્ચ મહિનામાં ગુજરાતનું તાપમાન 40 ડીગ્રી સુધી પહોંચી જશે અને એપ્રિલની 20 પછી તો 44 ડીગ્રી સુધી જશે અને કાળઝાળ ગરમી પડશે. એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધારે રહેશે, મતલબ કે આંધી વંટોળ જોવા મળશે. તેમણે આગળ કહ્યું કે, દરિયમાં હલચલ જોવા મળી શકે છે અને હળવા દબાણો પણ જોવા મળી શકે છે.મે મહિનો પણ આકરો રહેશે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં 20 ફેબ્રુઆરીથી ઉનાળું પાક માટે સારું અને અનુકુળ વાતાવરણ બનશે, જેના લીધે ખેડુતો સારો પાક ઉતારી શકશે. 20 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ઉનાળું પાક માટે સારું માનવામાં આવે છે.

જો કે અંબાલાલ પટેલે બીજી જે વાત કરી છે તે ખેડુતો માટે ચિંતા ઉભી કરનારી છે. તેમણે કહ્યું કે, ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં પવનની ભારે ગતિ રહેશે, જેને કારણે આંબા પરના મોર ખરી પડશે, મતલબ કે કેરીના પાકને મોટું નુકશાન પહોંચી શકે છે. ખેડુતોએ પહેલાંથી સાવધાની રાખવી પડશે.

તેમણે ખેડુતોને સલાહ આપતા કહ્યું છે કે, ખેડુતે પોતાના ખેતરમાં સિંચાઇની વ્યવસ્થા હોય તે પ્રમાણે વાવેતર કરવું જોઇએ. ઉનાળાની સિઝનમાં ઘાસચારો, બાજરી, ડાંગર, તેલ જેવા ધાન્ય પાક અને ભીંડા, રિંગણ, ગુવાર જેવા શાકભાજીના વાવેતર માટે સારો સમય હોય છે. ઉપરાંત બાગાયતી ખેતીમાં તરબુચ અને સક્કરટેટ્ટીનું પણ વાવેતર કરવા માટે અનુકળ સમય હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp