હાઇકમાન્ડે ભરૂચ બેઠકનો નિર્ણય બદલવો પડશે, હું દિલ્હી જઇ રહ્યો છું: ફૈઝલ પટેલ
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે શનિવારે સવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે ભરૂચની બેઠક ગઠબંધનના નેજા હેઠળ લડવામાં આવશે અને AAPના ચૈતર વસાવા ગઠબંધનના ઉમેદવાર હશે. પરંતુ ભરૂચ બેઠક પર હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, હાઇકમાન્ડના આ નિર્ણયથી ભરૂચના કોંગ્રેસના કાર્યકરો નારાજ છે અને આ નિર્ણય બદલવા માટે હું હાઇકમાન્ડને મળવા દિલ્હી જઇ રહ્યો છું.
ફૈઝલ પટેલે શુક્રવારે એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યુ હતું કે, રાહુલ ગાંધી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાની વાત સાંભળી, અમારી વાતનું સમર્થન કરીને મારું અને કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર હું ખરો ઉતરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp