ઘરના સંસ્કાર, માતાપિતાના આશીર્વાદ ભગવાનના સામીપ્ય તરફ દોરી જાય છે: આનંદીબેન પટેલ

PC: khabarchhe.com

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશા રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ઘરના સંસ્કારો, માતાપિતાના આશીર્વાદ ભગવાનના સામીપ્ય તરફ દોરી જાય છે. લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ અને સ્વામિનારાયણ સંપ્રદાય સમાજને સંસ્કારમય ઉછેર દિશાદર્શન કરવાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે, જે સરાહનીય છે.

ગુજરાતમાં 40 વર્ષ સુધી બાળકોને કિશોરીઓને કુપોષણમુક્ત કરવા અને સુપોષણ જાગૃતિ અંગે પ્રયાસો કર્યા હતા, અને વર્ષ 2003 માં મહિલા અને બાળ વિકાસમંત્રી તરીકે સખી મંડળોની શરૂઆત કરાવી હતી એમ પણ રાજ્યપાલે જણાવ્યું હતું. તેમણે સુરતમાં ટીબીથી પીડિત 3000 બાળકોને ટીબીમુક્ત કરવા સમાજ શ્રેષ્ઠીઓને આ બાળકોને દત્તક લઈ પોષક આહાર પૂરો પાડવા અપીલ કરી હતી.

તેમણે ઘરઘરમાં પોતાની દીકરીઓના બ્લડ ટેસ્ટ કરાવી 13 ટકા કરતા ઓછું હિમોગ્લોબીન હોય તો પોષક આહાર આપી સુપોષિત કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આનંદીબેને અંધ શ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય, સત્સંગ સભાઓના આયોજનથી લક્ષ્મીમંડળની બહેનો દ્વારા નવી પેઢીમાં સંસ્કારસિંચનના ઉમદા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાને શરૂ કરેલી મુદ્રા લોનના કારણે લાખો મહિલાઓ લોન લઈને આત્મનિર્ભર બની હોવાનો ઉલ્લેખ કરી તેમણે દીકરી, કિશોરીઓ દિનચર્યા અને ભોજન પ્રણાલીમાં પરિવર્તન લાવી પોષણયુકત આહાર લેવાની હિમાયત કરી હતી ,સાથોસાથ તેમણે સર્વાઈકલ કેન્સર ન થાય તે માટે 9 થી 14 વર્ષની કિશોરીઓને કેન્સર પ્રતિરોધક વેકસીન લેવડાવવાની અપીલ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp