બિલકિસ બાનો કેસના દોષીએ શરૂ કરી વકાલત, SCએ પૂછ્યું- રેપનો દોષી...
સુપ્રીમ કોર્ટે એ સમયે હેરાની વ્યક્ત કરી જ્યારે ખબર પડી કે બિલકિસ બાનો કેસના બે દોષીઓમાંથી એકે છૂટ્યા પછી ગુજરાતમાં વકાલત શરૂ કરી દીધી છે. બિલકિસ બાનો કેસના દોષીઓને જેલમાંથી છોડી દીધા પછી તેમની સામે સુનાવણી કરી રહેલા જસ્ટિસ ઉજ્જલ ભુઈયાએ પૂછ્યું કે શું રેપ જેવા ગંભીર ગુનાનો કોઇ દોષી વકાલત જેવો આદર્શ વ્યવસાય અપનાવી શકે છે?
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ સામે જણાવાયું કે, એક દોષી રાધેશ્યામ શાહ વકીલ છે. જેના પર જસ્ટિસે મૌખિક ટિપ્પણી કરી કે શું રેપના દોષીની વકાલત કરવી યોગ્ય છે?
સજાનો અર્થ સુધારવું
આ ટિપ્પણી પર દોષીઓના વકીલ ઋષિ મલ્હોત્રાએ જવાબ આપ્યો કે, સજાનો અર્થ સુધરવું થાય છે. સજા કાપ્યા દરમિયાન શાહે સારા સુધારાત્મક કામોમાં ભાગ લીધો અને પ્રમાણપણ પણ મેળવ્યું છે. આજીવન કારાવાસના દંડના રૂપમાં સાડા પંદર વર્ષની કેદ દરમિયાન શાહે કળા, વિજ્ઞાન અને ગ્રામીણ વિષયોમાં માસ્ટર ડિગ્રી હાસલ કરી છે. તેણે કેદીઓ માટે સ્વૈચ્છિક પેરા લીગલ સેવાઓ પણ આપી છે. તે આ કેસમાં આરોપી થવા પહેલા પણ મોટર વ્હીકલ અકસ્માત કેસમાં પીડિતોના વળતર માટે પ્રેક્ટિસ કરતો હતો.
ત્યારે જ જસ્ટિસ નાગરત્નાએ તરત પૂછ્યું કે, શું શાહ હજુ પણ વકાલત કરી રહ્યો છે? તેના જવાબમાં મલ્હોત્રાએ કહ્યું કે, હા તેણે ફરી પ્રેક્ટિસ શરૂ કરી છે. કારણ કે તે આરોપી થવા પહેલાથી આ કરતો હતો અને જેલથી છૂટ્યા પછી પણ.
ત્યાર બાદ જસ્ટિસ ભુઈયાએ પૂછ્યું કે શું ગંભીર કેસમાં દોષીને વકાલતનું લાયસન્સ આપી શકાય છે. કારણ કે વકાલત નોબલ પ્રોફેશન છે. તો દોષીના વકીલે કહ્યું કે, એમ તો સાંસદ અને ધારાસભ્યો પણ આદર્શ હોવા જોઇએ પણ તેઓ પણ દોષી સાબિત થઇ સજા કાપે છે અને ફરી ચૂંટણી લડે છે.
જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે, અહીં વિષય આ નથી. આ કેસમાં બાર કાઉન્સિલે એક દોષીને લાયસન્સ આપવું જોઇતું નહોતું. તે એક દોષી છે. તેમાં કોઇ શંકા નથી.
માત્ર સજા ઓછી થઇ, દોષ સિદ્ધિ નથી થયો
દોષીના વકીલે કહ્યું કે, તેણે એની સજા પૂરી કરી લીધી હતી. જેના પર જસ્ટિસે કહ્યું કે શાહે તેની આખી સજા પૂરી કરી નથી. તેને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. માત્ર તેની સજા ઓછી થઇ છે નહીં કે દોષ સિદ્ધિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp