ગુજરાતમાં મતદાનના દિવસે કેટલી ગરમી પડશે? જાણો અંબાલાલ પટેલની આગાહી

PC: abplive.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ અને મે મહિનામાં હવામાન કેવું રહેશે તે વિશે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસોમા વરસાદ પડી શકે છે. 4મેથી હવામાનમાં મોટો પલટો આવશે. 6 મેથી ફરી ગરમી પડશે જે 7 મે મતદાનના દિવસે પણ જોવા મળશે.

7મે 2024ના દિવસે જ્યારે ગુજરાતમાં મતદાન થશે ત્યારે સુરતમાં 36 ડીગ્રી, રાજકોટમાં 43,વડોદરા 42, કચ્છમાં 39 ડીગ્રી, બનાસકાંઠામાં 43 અને જામનગરમાં 39 ડીગ્રી તાપમાન રહેશે.મતલબ કે સુરત અને જામનગરમાં તાપમાન ઓછું રહેશે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, 10થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે.20મેથી ફરી ગરમી અને 24 મેથી 4 જૂન સુધી ફરી વરસાદ પડશે. 17 જૂન પછી દક્ષિણ ગુજરાતમા વરસાદની એન્ટ્રી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp