હજુ કેટલા દિવસ ગરમી પડશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

PC: abplive.com

છેલ્લાં 10 દિવસથી આકરી ગરમીનો અનુભવ કરી રહેલા ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે પવનની દિશા બદલાવાને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં 16 મેથી હીટવેવની શરૂઆત થઇ હતી અને ગરમીનો પાર 46 ડીગ્રીને પાર કરી ગયો હતો. હવે હવામાન વિભાગે કહ્યું છે કે, શુક્રવારથી પવનની દિશા પશ્ચિમ દિશાથી બદલીને ઉત્તર પશ્ચિમ દિશા તરફ થઇ છે, જેને કારણે તાપમાનમાં 1થી 2 ડીગ્રીનો ઘટાડો જોવા મળી શકેછે. 3 દિવસ સુધી હજુ ગરમી રહેશે.

2001થી 2024 સુધીના 24 વર્ષમાં 6 વર્ષ એવા રહ્યા , જેમાં તાપમાન 44 ડીગ્રી ઉપર ગયું નહોતું, જ્યારે 18 વર્ષ એવા રહ્યા જયારે તાપમાન 44 ડીગ્રી ઉપર ગયું હોય. ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 20 જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp