હું સંસદમાં ઉંઘતો નથી,મનોમંથન કરું છું,ચૈતરને મનસુખ વસાવાનો જવાબ
ગુજરાતના ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઉંઘતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયો પર વાયરલ થયો હતો એ પછી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીપ્પણી કરી હતી કે, મનસુખ વસાવાએ 30 વર્ષ માત્ર ઉંઘવાનું જ કામ કર્યું છે. આ વાતથી ગુસ્સે ભરાયેલા મનસુખ વસાવાએ કહ્યું કે, હું લોકસભામાં ઉંઘતો નથી, પરંતુ આંખો મીંચીને મનોમંથન કરું છું અને આ વાત રાજકારણમાં પા પા પગલી ભરનારાના શું ખબર પડે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાજેતરમાં છોટાઉદેપુરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મનસુખ વસાવાએ 30 વર્ષ ઉંઘવાનું જ કામ કર્યું છે, તેમણે આ વિસ્તારાં કશા કામ કર્યા નથી.લોકસભા 2024ની ચૂંટણી પહેલાથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે.
ચૈતર વસાવાની ટીપ્પણીથી ધુંઆફુંઆ થયેલા મનસુખ વસાવાએ કહ્યું કે, આ બધા લાકો લોકસભાની ચૂંટણીમાં કેવા બણંગા ફુંકતા હતા કે અમે જીતવાના છીએ. મારા વિશે અનેક નકારાત્મક વાતો ફેલાવી, પરંતુ તેઓ ફાવ્યા નહીં. લોકસભામાં ઘણા એવા નેતાઓ હોય છે, જે આંખ બંધ કરીને મંથન કરતા હોય છે, તેનો મતલબ એવો નથી કે તેઓ ઉંઘી ગયા હોય છે.લોકસભાની ગંભીર ચર્ચાઓ શાંતિથી સાંભળીએ છીએ.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આગળ કહ્યું કે,લોકસભા 2024ની ચૂંટણીમાં મને હરાવવા માટે અમારા ભાજપના નેતાઓ સહિત, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ બધા પડ્યા હતા, પરંતુ તેમની કારી ફાવી નહીં અને લોકોએ મને જંગી મતથી જીતાડ્યો. અમે ઘણી મહેનત કરી હતી ત્યારે ચૂંટણી જીતી શક્યા.
ચૈતર વસાવાએ હજુ રાજકારણમાં પા પા પગલી પાડી છે અને માત્ર ધારાસભ્ય બન્યા છે, હજુ તો લાંબી મજલ કાપવાની છે, આગળ જતા ખબર પડશે કે ચૈતરે કેટલા કામ કર્યા. ભરૂચના સાસંદ મનસુખ વસાવા છેલ્લી 6 ટર્મથી ચૂંટણી જીત્યા હતા અને આ વખતે ભાજપે તેમની ફરી ટિકીટ આપી તો સાતમી વખત પણ ચૂંટણી જીતી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp