પાસપોર્ટ વેરીફિકેશનમાં પોલીસ તમારી પાસે લાંચ માગે તો આ ન્યૂઝ બતાવી દેજો
ગુજરાતના મોરબીમાં 10 વર્ષ જૂના કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે એક પોલીસ કર્મચારીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. પોલીસકર્મી પર પાસપોર્ટ વેરિફિકેશન માટે લાંચ લેવાનો આરોપ હતો. હવે તે દોષિત સાબિત થયો છે. સ્થાનિક કોર્ટે પોલીસકર્મી પર દંડ પણ ફટકાર્યો છે.
મીડિયા સૂત્રના રિપોર્ટ અનુસાર મામલો વર્ષ 2014નો છે. પૂજા નામની મહિલાએ તેના પતિ પાસે કેન્યા જવા માટે પાસપોર્ટ બનાવ્યો હતો. પાસપોર્ટ ઓફિસમાં જઈને દસ્તાવેજનું કામ કર્યું હતું. ત્યાર પછી તેનું પોલીસ વેરિફિકેશન કરવાનું બાકી હતું. 17 માર્ચે પૂજાને માળિયા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો અને તેને વેરિફિકેશન માટે ત્યાં બોલાવવામાં આવી. જ્યારે પૂજા ત્યાં ગઈ ત્યારે કોન્સ્ટેબલ અમરત મકવાણાએ તેની પાસે સહી કરાવી અને પછી 500 રૂપિયા માંગ્યા. આના પર પૂજાએ સવાલ કર્યો કે જો ડોક્યુમેન્ટેશન દરમિયાન તમામ ફી ભરી દેવામાં આવી હોય તો તેની પાસે પૈસા કેમ માંગવામાં આવે છે.
તેની આરોપ છે કે પોલીસકર્મીએ બીજા દિવસે ફરી મહિલા પાસેથી ફોન પર 500 રૂપિયા માંગ્યા અને કહ્યું કે, જો પૈસા નહીં આપો તો પાસપોર્ટ નહીં બને. આ અંગે પૂજાએ તેના પરિવારને જાણ કરી હતી.
આ પછી, પૂજાના દિયર મનોજે કોન્સ્ટેબલ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી. ACBની ટીમે છટકું ગોઠવીને આરોપી કોન્સ્ટેબલની રંગે હાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હવે આરોપી દોષિત સાબિત થયો છે. કોર્ટે આરોપી અમરત મકવાણાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ દોષિત ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.1000નો દંડ ફટકાર્યો છે.
થોડા મહિનાઓ પહેલાં જૂન મહિનામાં ગુજરાતના કેટલાક અધિકારીઓ પર 'સહાનુભૂતિપૂર્ણ ભ્રષ્ટાચાર'નો આરોપ લાગ્યો હતો. સમાચાર આવ્યા હતા કે, ગરીબ લોકો પાસેથી એકસાથે હપ્તા લેવાને બદલે અધિકારીઓએ તેમને માસિક હપ્તામાં ચૂકવવાની 'છૂટ' આપી. વર્ષ 2024માં જ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા આવા 10 કેસ નોંધાયા છે. માર્ચ 2024માં, SGST નકલી બિલિંગ કૌભાંડમાં એક વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ રકમ માટે ઘણા હપ્તામાં ચુકવણી કરવામાં આવી હતી. તેમાંથી 2 લાખ રૂપિયાની 9 EMI અને 1 લાખ રૂપિયાની એક EMI ચૂકવવામાં આવી હતી.
મીડિયા સૂત્રો સાથે સંકળાયેલા એક શખ્સે આપેલી માહિતી અનુસાર, આવો જ એક કિસ્સો 4 એપ્રિલે સુરતથી સામે આવ્યો હતો. જેમાં એક ડેપ્યુટી સરપંચ અને તાલુકા પંચાયત સદસ્યએ ગામના એક વ્યક્તિનું ખેતર સમતળ કરવા માટે રૂ. 85,000ની લાંચ માંગી હતી. આરોપીએ પીડિતને EMI દ્વારા પેમેન્ટ કરવાનો વિકલ્પ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp