દિવાળીમાં નકામી વસ્તુ કાઢી નાખો તો સુરત મહાનગર પાલિકાને આપી દેજો
મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેન્ટ ચેન્જનું એક અભિયાન છે જેનું નામ છે મેરી લાઇફ મેરા સ્વચ્છ શહેર. આ અભિયાન હેઠળ સુરત મહાનગર પાલિકાએ દિવાળીમાં લોકો જે નકામી વસ્તુઓ કાઢી નાંખે છે તે સ્વીકારીને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો,કન્હૈયા અરોરાએ કહ્યુ હતું કે. સરકારના મિશન હેઠળ દેશભરની પાલિકાઓમાં 3R હેઠળ અભિયાન ચાલે છે. રિફ્યુઝ, રિડ્યુસ અને રિસાયકલ, પરંતુ સુરત મહાનગર પાલિકાએ બે ડગલાં આગળ વધીને 5R કર્યું છે. જેમાં રિયુઝ અને રિપેરને ઉમેરવામાં આવ્યું છે. દિવાળીમાં કપડા, રમકડાં, પુસ્તકો, પગરખા કે ઇવેસ્ટ હોય તો પાલિકાની વોર્ડ ઓફિસમાં આવીને આપી શકો છો અથવા પાલિકાના ટોલ ફ્રી નંબર 1800 123 8000 ને કોલ કરશો તો ટીમ આવીને લઇ જશે. જો તમારા ઘરમાં કોઇ ભગવાનની પ્રતિમા સાજી કે ખંડિત હોય અને તમે કાઢી નાંખવાના હો તો પણ પાલિકાને આપી દેજો. પુરા સન્માન સાથે તેનું વિસર્જન કરવામાં આવશે. આ મળેલી વસ્તુઓ જરૂરિયાત મંદને પહોંચાડવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp