અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકવાનું ભારે પડશે, આટલો દંડ લેવામાં આવી રહ્યો છે

PC: twitter.com

ગુજરાતના લોકોને એક ખરાબ ટેવ છે, પાન- માવા ખાય અને પછી પીચકારી રસ્તા પર જ મારી દે અથવા રસ્તા પરથી પસાર થતી વખતે થુંક આવે તો રસ્તા પર જ થુંકી દે. હવે અમદાવાદમાં આવું ચાલશે નહીં. AMCએ આવા નબીરાંઓ પાસે દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે.

હવે ગુજરાતના અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકવું લોકોને મોંઘુ પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આવા લોકો પાસેથી દંડ વસૂલ કરશે અને તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસમાં 287 લોકો પાસેથી રૂ.31,000નો દંડ વસૂલી લીધો છે. જો કે, આવા નિયમો લાગૂ થયા પછી થોડા દિવસોમાં વિસરાય જતા હોય છે. શહેરને ચોખ્ખું રાખવા માટે કડક પગલાં કાયમી ધોરણે હોવા જાઇએ.

AMC કમિશનરે જાહેર સ્થળો કે દીવાલો પર થૂંકનારા અને પાનમસાલા ખાધા પછી પીચકારી મારનારાઓ પાસેથી દંડ વસૂલવાનો આદેશ કર્યો છે, કોર્પોરેશનના અધિકારીએ અનેક લોકો પાસેથી દંડ વસૂલવાનું ચાલું કરી દીધું છે.

સામાન્ય રીતે રસ્તા પર ચાલતી વખતે કે વાહનો પર આવતા જતા લોકો પાન-મસાલા ખાધા પછી લોકો રસ્તા પર કે દીવાલો પર પીચકારી મારીને ગંદકી ફેલાવે છે. જેના કારણે કોઈ પણ શહેર કે ગામની સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આવા લોકોને સુધારવા અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે ગુજરાતના અમદાવાદમાં એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

AMC કમિશ્નર એમ. થેન્નારસને પાલિકાના અધિકારીઓને આદેશ કર્યો છે કે જાહેર માર્ગો પર થુંકનારા અને પીચકારી મારનારા લોકો પાસેથી દડ વસુલવામાં આવે. કમિશ્નરના આદેશ પછી અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને 287 લોકોને દંડ પણ ફટકારી દીધો છે.

રસ્તા પર થુંકતા પકડાઇ તો 50 રૂપિયાથી 100 રૂપિયા અને વાહન ચલાવતી વખતે પીચકારી મારનાર પાસેથી 50 રૂપિયાથી 500 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. AMCની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમે પહેલાં દિવસે 152 લોકો સામે કાર્યવાહી કરી હતી અને બીજા દિવસે 135 લોકોને દંડ ફટકાર્યો હતો.

પહેલાં દિવસે AMC અધિકારીઓએ કુલ 16,000 રૂપિયા અને બીજા દિવસે 15,000 રૂપિયાનો દંડ વસુલ્યો છે. પાલિકા કમિશ્નરે કહ્યું કે, અમદવાદને સ્વચ્છ રાખવા માટે આ અભિયાનને વધારે જોરશોરથી ચલાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp