ગુજરાતમાં ટ્રાફિકનો ભંગ કરશો તો મોબાઇલ પર જ મેમો મળી જશે

PC: twitter.com

દેશભરની સાથે ગુજરાતમાં પણ 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે હવે ટ્રાફિકના નિયમો કડક કર્યા છે. હવે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો છે તો મોબાઇલ પર જ મેમો મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વન નેશન, વન ચલાન અભિયાનની શરૂઆત કરાઇ છે જેમાં 90 દિવસમાં દંડ નહીં ભરે તો ટ્રાફિક કોર્ટમાં હાજર રહેવું પડશે. મોબાઈલ એપ્લિકેશનથી ફોટો પાડી પોલીસ દંડ વસૂલશે. ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હશે તો તેમને મેમો તેમના મોબાઈલ પર પહોંચશે.

ટ્રાફિક પોલીસ તમને ઇ ચલણ આપશે જે 135 દિવસમાં ભરવામાં નહીં આવશે તો કોર્ટ કાર્યવાહી થશે અને જેલમાં જવાનો વારો પણ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp