31 જુલાઇ સુધી નહીં મળે વરસાદથી રાહત, IMDએ આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગુજરાતમાં છેલ્લા 10 દિવસોથી પડી રહેલા વરસાદથી હાલમાં રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યમાં 31 જુલાઇ સુધી ભારે વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના તાજેતરના એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતનાં વડોદરા અને અમદાવાદ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજ સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો આંકડા પર નજર કરીએ તો શહેરમાં આજે સવારે ચાર કલાકમાં સૌથી વધુ જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
આ સાથે મણિનગરમાં 17MM, દુધેશ્વરમાં 18 MM, જોધપુરમાં 17 MM, ગોતા અને સાઇન્સ સિટીમાં 16 MM, નરોડામાં 11 MM જેટલો વરસાદ નોંધાયો છે. એ સિવાય અમદાવાદનાં મણિનગર, વટવા, કોતરપુર, નરોડા, મેમ્કોસ, દુધેશ્વર, મક્તમપુરા, સરખેજ, ચાંદલોડિયા, રાણીપ, વાસણા, ચાંદખેડા, ઉસ્માનપુરા, પાલડી, રામોલ, કઠવાડા, વિરાટનગર અને ઓઢવમાં પણ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે 29 જુલાઇ માટે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર. મોરબી અને બોટાદ માટે ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 30 જુલાઇના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
31 જુલાઈએ નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલ્લો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખૂબ નુકસાન થયું છે. વરોદારમાં ભારે વરસાદ બાદ ઓવફ્લો થયેલી આજવા ડેમમાંથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. તેની સાથે જ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલું છે. ગુજરાતમાં ભારે વરસાદથી પોરબંદર, દેવભૂમિ દ્વારકા સાથે જુનાગઢ અને જામનગર જિલ્લામાં ખૂબ નુકસાન થયું છે.
ગુજરાતમાં ભારે વરસાદથી ગાંધીનગરમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. ગાંધીનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો સામે આવ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ દેહગામ તાલુકાની છે. ત્યાં વધારે વરસાદનોંધાયો છે. હવામાન વિભાગના સવારે 9:00 વાગ્યાના અપડેટ મુજબ રાજ્યના 119 જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. અમદાવાદના ઓરેન્જ એલર્ટ બાદ સ્થાનિક પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp