જામનગરમાં 1 દિવસના પરફોર્મન્સમાં રિહાનાએ લીધી આટલા કરોડ રૂપિયા ફી
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી-વેડીંગમાં અમેરિકાની જાણીતી પોપસ્ટાર રિહાનાએ તગડી ફી વસુલી હોવાનું જાણવા મળ્યું છે. 1 માર્ચથી 3 માર્ચ 3 દિવસના પરફોર્મન્સ માટે રિહાનાએ 50 કરોડ રૂપિયાની ફી વસુલી છે.
મ્યુઝીક અને ગ્લેમરની દુનિયામાં 35 વર્ષની પોપસ્ટાર રિહાનાના દુનિયાભરના લોકો દિવાના છે. 20 ફેબ્રુઆરી 1988માં બાર્બાડોઝમાં જન્મેલી રિહાનાનું આખું નામ રોબિન રિહાના ફેંટી છે. 7 વર્ષની ઉંમરમં રિહાનાએ પોતાની 2 મિત્ર સાથે બેન્ડ શરૂ કરેલી અને તે વખતે અમેરિકાના એક પોડ્યુસરની નજર રિહાના પર પડી હતી. 16 વર્ષની ઉંમરમાં રિહાના અમેરિકા ચાલી ગઇ હતી.
રિહાનાની ટીમ એક દિવસ પહેલાં જામનગર આવી ગઇ હતી અને 4 ટ્રક ભરીને સામન લઇને ટીમ આવી હતી. રિહાના ગુરુવારે જામનગર આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp