દુકાન બંધ કરાવો છો, વર્દી ઉતરાવી દઇશ, અમદાવાદમાં ચા વાળાએ પોલીસને આપી ધમકી

PC: wp-content

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અનલોક-1, 2 અને 3માં રાજ્ય સરકારે લોકોને ઘણી છૂટછાટો આપી છે. ત્યારે અનલોકમનરાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું લોકડાઉન બાદ રાજ્યમાં અઢી ગણા કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે ત્યારે 8 વાગ્યા પછી ચાની દુકાન કે, પાનના ગલ્લાઓ ખુલ્લા રાખવા બાબતે રાજ્ય સરકારે છૂટ આપી નથી ત્યારે જાહેરનામાનો ભંગ કરતા ચાની દુકાન અને પાનના ગલ્લા વાળાઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં મોડી રાત્રે ચાની દુકાન બંધ કરાવવા માટે ગયેલા ડી સ્ટાફના બે પોલીસકર્મીઓને ચાની દુકાન અને પાનના ગલ્લાવાળાએ કેમ ધંધો બંધ કરાવો છો, તમને હું જોઈ લઈશ અને તમારી ખાખી વર્દી ઉતરાવી દઈશ કહી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ચાની દુકાનવાળા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મોડી રાત્રે પાનના ગલ્લા અને ચાની દુકાન ખુલ્લી હોવાની માહિતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓને મળી હતી. તેથી ડી સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના વિસ્તારના એક પ્રાઇવેટ ગાડીમાં જમાલપુર વિસ્તારમાં પથ્થરવાળી મસ્જિદ પાસે કર્ફયુ ભંગ કરી ચા અને પાનની દુકાન ખુલ્લી રાખનારના દુકાનદાર પાસે ગયા હતા અને દુકાનદાર રફીક પાલીવાલાને દુકાન બંધ કરવા માટે જણાવ્યું હતું. તેથી દુકાનદાર રફીક પાલીવાલાએ ડી સ્ટાફના કર્મીઓને હું તમને જોઈ લઇશ અને તમારી ખાખી વર્દી ઉતરાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ દુકાનદાર રફીક ભાગી ગયો હતો.

ડી સ્ટાફના બંને કર્મચારીઓએ રફીકને પકડવા માટે તેનો પીછો કર્યો પરંતુ રફીક ભાગવામાં સફળ રહ્યો હતો. તેથી આ સમગ્ર ઘટનાની જાણ ડી સ્ટાફના કર્મીઓએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને પોલીસે રફીક સામે કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરી હતી. જેથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની વન ગાડીના કર્મચારીઓ દ્વારા ગણતરીના સમયમાં જ રફીક પાલીવાલા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની સામે પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ચા અને પાનની દુકાન ધરાવનાર રફીક પાલીવાલાની તબિયત ખરાબ થતા તેને રાત્રિના સમયે જ સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અનલોક ત્રણમાં પણ રાજ્ય સરકાર દ્વારા પાનના ગલ્લા અને ચાની દુકાનોને રાત્રે 8 વાગ્યા પછી ખુલ્લા રાખવાની છૂટછાટ આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp