અમદાવાદમાં RPF સ્ટાફે સોનાના દાગીનાથી ભરેલી બે બેગો મુસાફરને સોંપી

PC: Khabarchhe.com

રેલવેએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળને સમર્પિત સ્ટાફ પોતાના ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરી આપવા માટે હંમેશા આગળ રહે છે. આ ક્રમમાં, મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તાજેતરમાં અમદાવાદ પોસ્ટના SIPF ચેતન કુમારને કોનકોર્સ હોલમાં બે લાવારિસ બેગ મળી આવી હતી બંને બેગને ડેપ્યુટી એસ. એસ.ની ઓફિસમાં લાવીને ખોલીને જોયા પછી લાલ કલરના બેગમાંથી પહેરવાના કપડાં, 01 ટાઇટન ઘડિયાળ, 03 નંગ સોનાની ચેઇન અને અન્ય કોસ્મેટિક વસ્તુઓ અને અન્ય ગ્રે રંગની બેગ ખોલવા પર પહેરવાના કપડાં, 02 નંગ ગળાનો હાર, 02 જોડી કાનના ટોપ્સ, 01 નંગ પગની પાયલ, 01 નંગ કટાર મળી આવ્યા.

બેગમાંથી એક મોબાઈલ નંબર મળી આવ્યો, જેના પર સંપર્ક કરવા પર પોતાનું નામ જેમિશ મનહર ભાઈ ગાલીયા ઉમર - 22 વર્ષ , રહેવાસી મુખ્ય શેરી, ઈંગોરોલા ભાવનગર જણાવવામાં આવ્યું બેગ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે તે પીએનઆર નં. 8147180724 હેઠળ તે ભોપાલથી અમદાવાદ સુધી પોતાના પરિવાર સાથે પ્રવાસ કર્યો છે અને પ્રવાસ દરમિયાન તેની પાસે કુલ 25થી 30 બેગ હતી.

અમદાવાદ રેલવે સ્ટેશનથી નીકળતી વખતે ઉપરોક્ત બંને બેગ પ્લેટફોર્મ નં. 01 પાસે કોન્કોર્સ હોલમાં ભૂલી ગયા હતા તે જણાવ્યું હતું પછી તે વ્યક્તિને બોલાવીને સામાનની સત્યતાની ખાતરી કર્યા બાદ બંને બેગ ખોલીને તે સહી સલામત મળી આવવા પર તેનો સામાન સલામત રીતે સોંપવામાં આવ્યો હતો મુસાફર દ્વારા સામાનની કુલ કિંમત અંદાજે રૂ 465000/- બતાવવામાં આવી જેણે સુરક્ષિત રીતે પરત મેળવવા બદલ રેલવેનો આભાર માન્યો હતો.

અમદાવાદ મંડળના ડીઆરએમ તરૂણ જૈન અને સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર એસ. એસ. અહેમદે સંબંધિત રેલવે કર્મચારી દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યે સમર્પણની પ્રશંસા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp