અરર... દિવાળી ટાણે સૂરતમાં કચરાના ઢગ, 300 ટન કચરો રોડ પર

PC: facebook.com

રોજબરોજની તુલનામાં હાલમાં તહેવારી સિઝન દરમિયાન શહેરમાંથી વધુ 250 થી 300 ટન કચરો નીકળી રહ્યો છે. સૂરતમાં રોજિંદી 2200 ટન થતી કચરાની આવક સામે હાલમાં દિવાળી તહેવાર ચાલવાથી અને સફાઇના પગલે શહેરમાંથી રોજ 2500 ટન કચરાની આવક થઇ રહી છે. રજાના દિવસોમાં કામ કરનારાઓની અછત અને ડોર ટુ ડોર ગાડીઓની આળસના કારણે સફાઇનું કામ યોગ્ય રીતે થઇ શક્યુ નથી. જેના પરિણામ રૂપ શહેરના ગલી મહોલ્લા સોસાયટીમાં કચરાના ઢગલા જોવા મળે છે.

દિવાળીની રજા અને કામના આળસે રસ્તાઓ પર કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ એ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે કે કેવી રીતે શહેરને કન્ટેઇનર ફ્રી બનાવી શકાય ત્યાંજ હાલમાં કચરાનો નિકાલ ન થવાના કારણે મુખ્ય રસ્તાઓ પર ગંદકી જોવા મળી રહી છે. દિવાળીના આ મીનીવેકેશનની રજા માણવામં મશગૂલ બનેલા બાબુઓની બેદરકારીનો ગેરલાભ લઇ ડોર ટુ ડોર કચરાની ગાડીઓની અનિયમીતતા શહેરીજનો માટે માથાનો દુખાવો બનેલ છે.

છેલ્લી ઘડી સુધી દિવાળીની તૈયારીઓ કરવામાં આવી. બજારોમાં જામેલી ખરીદી સાથે જ ઘરમાં સફાઇની કામગીરી પણ શરૂ થતા 5 અને 6 નવેમ્બર મોટી માત્રામાં કચરો નીકળ્યો હતો. સરકારી આંકડા જો તપાસીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 2200 ટન કચરાની આવક નોંધાઇ. જોકે પાંચ નવેમ્બરે દિવાળીની સફાઇને ધ્યાન રાખતા આ આંક 2498 ટન પર પહોંચ્યો હતો. જ્યારે છઠ્ઠી નવેમ્બરે તે વધીને અધધ...2503 ટન થયો હતો.

તહેવાર ટાણે કચરાની આવક વધે તે સ્વાભાવિક છે. પણ સફાઇના કચરાની સામે દિવાળીના સફાઇમાં નિકળેલા કચરાની સામે દિવાળીના સેલિબ્રેશન પછીનો કચરો વધુ નીકળે તે વાતે કર્મીઓને સતત દોડતા કર્યા હતા. 7,8 અને 9 નવેમ્બરે જટલો કચરો ઉપાડવામાં આવ્યો છે તેટલોજ કચરો અંદરના અંતરિયાળ વિસ્તારોમાં ત્રણ દિવસથી પડી રહ્યો છે. જોકે દિવાળી ને પગલે આરોગ્ય વિભાગને સતર્ક રાખવાનો નિર્ણય લેવાયો હતો. એન્ડ મૂવમેન્ટ પર ફાયર ડિપાર્ટમેન્ટની રજા પણ કેન્સલ કરવામાં આવી હતી.

નાઇટ બ્રશિંગ કામગીરી પણ જાણે બંધ જ હોય તેમ દિવાળીના ત્રણ દિવસ સુધી કેટલા પોઇન્ટ પરથી એઠવાડની સફાઇ પણ કરાઇ નથી. અધિકારીઓની ફરિયાદને કેન્દ્ર પર લઇ મુખ્ય રસ્તાઓને નવી નવેલી દુલ્હન જેવા કરી દેવાયા જોકે શેરી મહોલ્લાનો કચરો ટસથી મસ ના થઇ શક્યો. આ કચરો ચાલુ દિવસોમાં સાફ કરવામાં આવશે તેવો લૂલો બચાવ પણ કરવામાં આવ્યો. હટાવાયેલો એઠવાડ પાલિકા દ્વારા ખસેડવામાં આવેલ કચરા પેટીની જગ્યાએ જ જોવા મળે છે.

જો કે તહેવારના સમયે જ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડીઓ ન આવવાની ફરીયાદો લોકો દ્વારા પાલિકાને કરવામાં આવી હતી. જોકે પાલિકા કમિશ્નરે આ સમયે ટીમને સ્ટેન્ડબાય રહેવાની સલાહ આપી હતી. પરંતુ ડોર ટુ ડોર કચરો લેતી ગાડીઓ સિંગણપોરના કાંટા ઉપર કતારબંધ ઉભેલી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp