ગુજરાતમાં કોંગ્રેસે AAP માટે ભરૂચ અને એક સૌરાષ્ટ્રની બેઠક છોડી દીધી

PC: telegraphindia.com

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે આખરે કોંગ્રેસનું સીટ શેરીંગ બાબતે સમાધાન થયું એ પછી હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે ગુજરાતની 2 બેઠકો છોડી દીધી છે અને 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે.

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં AAP કોંગ્રેસના ગઠબંધનમાં ચૂંટણી લડશે અને ટુંક સમયમાં 2 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. આ પહેલાં અરવિંદ કેજરીવાલે ભરૂચની બેઠક પરથી ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું હતું અને ગઠબંધનના નેજા હેઠળ પણ ચૈતર વસાવા લગભગ નક્કી જ છે. ભાવનગરની બેઠક પરથી AAPએ ઉમેશ મકવાણાનું નામ જાહેર કર્યું હતું. હવે ગઠબંધનના નેજા હેઠળ પણ મકવાણા જ રહેશે?તે હવે પછી ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp